તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રણ દિવસમાં અત્યાચારની બીજી ઘટના:રાજકોટમાં પતિએ રસોઇ મુદ્દે મારકૂટ કરી પત્ની સાથે સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રાજકોટમાં ત્રણ જ દિવસમાં પતિએ પત્ની પર અત્યાચાર કર્યાની બીજી ઘટના

શહેરની ભાગોળે આવેલા એક વિસ્તારમાં રહેતી 30 વર્ષની પરપ્રાંતીય મહિલાને તેના જ પતિએ મારકૂટ કરી સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યા બાદ દુષ્કર્મ આચર્યું હતું. મહિલાએ પતિ સામે જ ફરિયાદ કરતા પોલીસે આરોપીને સકંજામાં લઇ તપાસ આગળ ધપાવી હતી.

નાની નાની બાબતોમાં મારકૂટ કરતો
ખોખડદળ નદીકાંઠા વિસ્તારમાં રહેતી 30 વર્ષની એક પરપ્રાંતીય પરિણીતાએ આજી ડેમ પોલીસ સ્ટેશનમાં તેના પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેનો પતિ છેલ્લા કેટલાક વર્ષોથી નાની નાની બાબતોમાં ઝઘડો કરી તેને મારકૂટ કરતો હતો, શનિવારે રાત્રે પતિએ રસોઇ બનાવવાના મામલે ઝઘડો શરૂ કર્યો હતો અને પત્નીને ઢોરમાર માર્યો હતો. પતિના મારથી મહિલા ગુમસુમ થઇ ગઇ હતી અને રાત્રે પતિ હેવાન બન્યો હતો.

પતિ સામે ગુનો નોંધી કાર્યવાહી ચાલુ
મહિલાએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, રાત્રે પતિએ ફરીથી માર મારીને સૃષ્ટિવિરુદ્ધનું કૃત્ય કર્યું હતુ અને ત્યારબાદ મહિલાની મરજી વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધ્યા હતા. પતિએ આપેલા અસહ્ય ત્રાસથી મહિલાએ ભયની સ્થિતિમાં આખીરાત વિતાવી હતી અને રવિવારે પોલીસમથકે જઇ આપવીતી વર્ણવી હતી. પોલીસે મહિલાની ફરિયાદ પરથી તેના પતિ સામે આઇપીસી 376, 377 અને 323 હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લીધો હતો અને મહિલાનું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું.

ત્રણ દિવસ પહેલાં એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ પહેલા કાલાવડ રોડ વિસ્તારની એક મહિલાએ પોતાના ઘરે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો તે મહિલાએ પણ તેના પતિ સામે આક્ષેપ કરતા કહ્યું હતું કે, તેનો પતિ દારૂ પી દરરોજ મારકૂટ કરતો હતો અને થોડા દિવસ પહેલા પતિએ હવે તું ગમતી નથી તેમ કહી બળજબરી કરી શરીરસંબંધ બાંધ્યા બાદ ગુપ્તભાગે બચકાં ભર્યા હતા. મહિલાઓ પર તેના પતિ દ્વારા જ અત્યાચાર આચરવાના કિસ્સામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે.

અન્ય એક યુવતીએ ફાંસો ખાધો
જ્યારે અન્ય એક ઘટનામાં યુનિવર્સિટી પોલીસ વિસ્તારમાં આવેલા શાસ્ત્રીનગર 9-21માં રહેતી મુક્તા જીતુભાઇ સોનારા નામની 21 વર્ષની યુવતીએ શનિવારે સાંજે તેના ઘરે ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવની પરિવારજનોને જાણ થતા તુરંત નીચે ઉતારી 108ને જાણ કરી હતી. બનાવની જાણ થતાની સાથે દોડી ગયેલી 108 ટીમની તપાસમાં મુક્તાનું મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...