કુવાડવા ગામની સીમમાંથી પોલીસને મહિલાનો મૃતદેહ મળ્યા બાદ પોલીસ તપાસમાં મહિલાની હત્યા કરાયાનું ખૂલ્યું હતું. જે હત્યા પતિએ જ કર્યાનો ઘટસ્ફોટ થતા ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. શહેરની ભાગોળે કુવાડવા ગામની સીમમાંથી બે દિવસ પહેલા મંજુ ભરતભાઇ વસાવા નામની મહિલાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. કુવાડવા રોડ પોલીસની તપાસ દરમિયાન મહિલાની હત્યાનું ખુલ્યું હતું.
કુવાડવા ગામના દેવશીભાઇ કાકડિયાની વાડી ભાગે વાવતા મૃતકના પતિ ભરત ચંદુ વસાવાની આકરી પૂછપરછ કરતા પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતા હોય તેને લાકડી અને પથ્થરના ઘા ઝીંકી દીધા હતા. ત્યાર બાદ પત્ની મંજુ વાડીએથી કયાંક જતી રહ્યા બાદ તેનો મૃતદેહ મળ્યાની કબૂલાત આપી હતી. જેથી કુવાડવા રોડ પોલીસમથકના પીઆઇ એન.એન.ચુડાસમા સહિતના સ્ટાફે મૂળ નર્મદા જિલ્લાના ભચરવાડા ગામના ભરત ચંદુભાઇ વસાવા સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ધરપકડ પૂર્વે આરોપી ભરત વસાવાનો રિપોર્ટ નેગેટિવ આવતા મંગળવારે તેની ધરપકડ કરી હતી.
આરોપી ભરતની પૂછપરછ બાદ બુધવારે તેને જેલહવાલે કરવા તજવીજ હાથ ધરી છે.શહેરમાં વધુ એક જુગારનો દરોડો માલવિયાનગર પોલીસે ગોંડલ રોડ પર આવેલા લોધેશ્વર સોસાયટી-44માં પાડ્યો છે. અહીં જાહેરમાં જુગાર રમતા બાબુ અમૃત જરિયા, કરણ શામજી જરિયા અને કેતન રમેશ મકવાણાને પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસે જુગારના પટમાંથી રૂ.1,44,950ની રોકડ કબજે કરી કાર્યવાહી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.