તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વીડિયો વાઈરલ:રાજકોટમાં રાત્રી કર્ફ્યૂમાં માસ્ક બાબતે પોલીસે રોકતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો, પત્નીને સમજાવવા છતાં માસ્ક ન પહેરતા પોલીસની હાજરીમાં પતિએ પત્નીને ફડાકો ઝીંક્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • માસ્ક પહેર્યુ ન હોવા છતાં મહિલા પોલીસ સાથે રકઝક કરી રહી હતી
  • પતિએ કહ્યું કે કર્ફ્યૂ છે એ લોકો સાચા છે. તું શાંતિ રાખને

રાજકોટમાં રાત્રે કર્ફ્યૂ હોવા છતાં લોકો મોડી રાત્રે આમ તેમ ફરતા જોવા મળી રહ્યાં છે. ત્યારે ત્રિકોણબાગ નજીક માસ્ક બાબતે પોલીસે પતિ-પત્નીને રોક્યા હતા. ત્યારે પત્નીને માસ્ક પહેર્યું ન હોવાથી પતિ-પત્નીને માસ્ક પહેરવા બાબતે સમજાવી રહ્યો હતો, પણ પત્ની ન માનતા પતિએ પોલીસની હાજરીમાં પત્નીને ફડાકો ઝીંક્યો હતો.

પત્નીએ કહ્યું પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
માસ્કનો દંડ ભરવા બાબતે પત્ની પોલીસ સાથે માથાકૂટ કરી રહી હતી. માસ્ક પહેર્યું ન હોવા છતાં પત્ની પોલીસ સાથે રકઝક કરી હતી. મહિલા વીડિયોમાં કહે છે કે મારી પાસે દુપટ્ટો કે એવું કંઈ નથી. તો કેમ બાંધવું. પૈસા થોડા મફત આવે છે તો આપણે હજાર રૂપિયા આપી દઈ. આ સાથે જ પોલીસને સભ્યતાથી વાત કરવા પણ કહ્યું હતું. મારા માસાને ફોન કરો, પોલીસ સ્ટેશન જવાની કંઈ જરૂર નથી. અમે માણસાઈથી જ અમે વાત કરીએ છીએ.

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પોલીસે પતિ-પત્નીને જવા દીધા
પતિએ કહ્યું કે કર્ફ્યૂ છે એ લોકો સાચા છે. તું શાંતિ રાખને. જે બાદ પતિ-પત્ની વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો હતો. પતિએ કહ્યું તું અત્યારે સાડી બાંધી લે. જે બાદ પતિએ ફડાકો ઝીંકી દીધો હતો. જેથી પોલીસ દોડી આવી હતી અને પતિ-પત્નીને જવા દીધા હતા.