તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના થોરાળા વિસ્તારની સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં નાડોદા પુલ પાસે રહેતા બૂટલેગરને તેના બે સાળા સહિત ચાર શખ્સે તલવાર-છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો હતો. બૂટલેગરે નવ વર્ષ પૂર્વે પ્રેમલગ્ન કર્યા હતા અને તેના સાસરિયા સાથે સંબંધ નહોતો, પરંતુ આજે તેની પત્ની ભત્રીજીની સગાઇમાં જતાં બૂટલેગર રોષે ભરાયો હતો અને પત્નીને મારકૂટ કરતા સાળાઓએ બનેવીની હત્યા કરી હતી, ધમાલમાં ત્રણ લોકોને પણ ઇજા થઇ હતી.
ખોખડદડ નદી નજીક નાડોદા પુલ પાસે રહેતા સલીમ દાઉદ અજમેરી (ઉ.વ.32)ને તેના સાળા સલીમ પ્રભાત સોલંકી અને વિજય સહિત ચાર શખ્સે તલવાર છરીના ઘા ઝીંકી સ્થળ પર જ મોતને ઘાટ ઉતારી દીધો હતો. સલીમના બે સાથીદાર જંગલેશ્વરમાં રહેતો બિલાલ સલીમ અજમેરી (ઉ.વ.29) અકરમ સલીમ અજમેરી (ઉ.વ.27) અને સલીમનો સાળો હુડકો ચોકડી પાસેની રાધેશ્યામ સોસાયટીમાં રહેતો સાજન પ્રભાતભાઇ સોલંકી (ઉ.વ.25)ને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વડલા નજીક ખૂની ખેલ ખેલાયો હતો - મૃતકની પત્ની
આ અંગે મૃતકની પત્ની મીરાબેને જણાવ્યું હતું કે, પોતે પતિ સલીમને પૂછ્યા વિના ભાઈની દીકરીની સગાઈમાં ગઈ હતી. જેને લઈને ઝઘડો થયો હતો. જેમાં તેણીએ પોતાના ભાઈ અને મામાનાં દીકરાને જાણ કરી હતી. બાદમાં ઘરે પહોંચતા પતિએ પૂછ્યા વિના જવા મુદ્દે માર માર્યો હતો. જો કે પોતે હવે પછી પૂછ્યા વિના નહીં જવા જણાવ્યું હતું. બાદમાં પતિ અને પોતાના બંને કૌટુંબિક ભાઈઓ વચ્ચે ફોનમાં ઝઘડો થયો હતો જેથી મીરાંએ આ અંગે મોસાળમાં ફોન કરતા મામાના દીકરા ધસી આવ્યા હતાં અને બાદ વડલા નજીક ખૂની ખેલ ખેલાયો હતો. જ્યાં સલીમભાઈને બચાવવાના પ્રયાસમાં તેના સાળાના દીકરાઓને પણ ઇજા થઇ હતી.
સાજન સોલંકીએ ઘટના અંગે કહ્યું હતું કે, તેની બહેન મીરાએ નવ વર્ષ પહેલા બૂટલેગર સલીમ દાઉદ અજમેરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્ન કરતા મીરા સાથે કોઇ સંબંધ નહોતા, એકાદ વર્ષથી મીરા તેના પતિની જાણ બહાર પિયર આંટો આવતી હતી. મંગળવારે સાજનના મોટાભાઇ વિજયની પુત્રી રોશનીની સગાઇનો પ્રસંગ હતો, મીરા પતિ સલીમને કહ્યા વગર સગાઇમાં ભત્રીજી રોશનીને આશીર્વાદ આપવા ગઇ હતી અને બપોરે ઘરે જતી રહી હતી. પત્ની મીરા સગાઇમાં ગયાની જાણ થતાં સલીમે તેને ઢોરમાર માર્યો હતો અને તેના સાળા સાજનને ફોન કરીને કહ્યું હતું કે, તારી બહેનને જીવતી રાખવી હોય તો મારા ઘરે આવો’. અવાર નવાર ઝઘડા કરતો સલીમ હુમલો કરશે તેવી ભીતિ લાગતાં સાજનની પત્ની સંગીતા અને તેની માતા મળવા ગયા ત્યારે સલીમે તેને કાઢી મૂક્યા હતા અને સાજન તથા વિજય આવશે તો જ મીરાને માર મારવાનું બંધ કરશે તેવી ધમકી આપી હતી.
પતિ-પત્નીના ઝઘડામાં હત્યા થઈ હોવાનો અંદાજ છે.- થોરાળા પોલીસ ઇન્સપેક્ટર થોરાળા પોલીસ ઇન્સપેક્ટર જી.એમ. હડિયાનાં જણાવ્યા મુજબ, પતિ-પત્ની વચ્ચેના ઝઘડામાં હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ઘટનામાં સામાપક્ષે પણ એક વ્યક્તિ ઇજાગ્રસ્ત હોઈ તેને સારવારમાં ખસેડાયો છે. સમગ્ર ઘટના અંગે વધુ વિગત તપાસ પૂર્ણ થયા બાદ જ સામે આવી શકશે.
સંતાનમાં 2 પુત્ર છે
પ્રાપ્ત વિગતો અનુસાર હત્યાનો ભોગ બનનાર સલીમ અજમેરીએ મીરા નામની દેવીપુજક યુવતી સાથે 8 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા. તેના આ બીજા લગ્ન હતાં. જેંથી તેને સંતાનમાં 2 પુત્ર છે. વ્યવસાયે સલીમ મજૂરી કરતો હતો.
સલીમ હુમલો કરશે તેવી ભીતિ હોય તેના સાળા સાજન અને વિજય સહિત ચાર શખ્સ તલવાર છરી સાથે બનેવી સલીમના ઘરે પહોંચ્યા હતા. સલીમે સાળા સાજન પર હુમલો કરતાં જ ચારેય શખ્સ તેના પર તલવાર છરીથી તૂટી પડ્યા હતા અને સલીમને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. સલીમને બચાવવા દોડેલા તેના બે ભાણેજ બિલાલ અને સલીમને પણ ઇજા થઇ હતી, જ્યારે સાજનને પણ હાથમાં છરીના ઘા લાગ્યા હતા. પોલીસે સાજન સહિત ચાર સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, તો સામાપક્ષે પણ સાજનની ફરિયાદ પરથી બિલાલ સહિતના શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ગૃહકંકાશ અને પારિવારીક વિખવાદોના બનાવો વધી રહ્યા છે.
બનેવીના ત્રાસની અનેક વખત ફરિયાદ કરી પણ કંઇ થયું નહીં
સાજન સોલંકીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે, બનેવી સલીમ અવારનવાર તેમના સાગરીતો સાથે આવીને ધમાલ કરતો હતો અને મારકૂટ પણ કરતો હતો. પોલીસમાં અનેક વખત લેખિત ફરિયાદ કરી સલીમ સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી, પોલીસે કોઇ કાર્યવાહી નહીં કરતા મુખ્યમંત્રી ફરિયાદ સેલમાં પણ રાવ કરી હતી આમ છતાં કોઇ પગલાં નહીં લેવાતા મામલો હત્યા સુધી પહોંચ્યો હતો.
સગાઇ સ્થળે જઇ કાર નીચે પાડોશીના બે બકરાં કચડી નાખ્યા’તા
હોસ્પિટલના બિછાને પડેલા સાજન સોલંકીએ આક્ષેપ કર્યો હતો કે, તેનો બનેવી સલીમ અવારનવાર તેના ઘરે આવી ધમાલ કરતો હતો. મંગળવારે બપોરે સગાઇની વિધિ ચાલતી હતી ત્યારે કાર લઇને આવ્યો હતો અને ઘર નજીક ઊભા રહી ધમાલ કર્યા બાદ પૂરપાટ ઝડપે કાર ચલાવીને ભાગ્યો હતો, ભાગતી વખતે પાડોશીના બે બકરાં કચડી નાખ્યા હતા.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.