તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

181 મહિલા હેલ્પલાઇન:પતિએ તરછોડી દીધી, દીકરાના ત્રાસથી મહિલા થાકી ગઈ, આત્મહત્યા કરે તે પહેલા બચાવી લીધી

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના 8 વર્ષથી છુટાછેડા થઇ ગયા છે, આજીડેમમાં પડતું મૂકે તે પૂર્વે 181 ની ટીમે બચાવી

રાજકોટમાં રહેતી મહિલાના આજથી આઠ વર્ષ પહેલા છૂટાછેડા થઇ ગયા હતા. છૂટાછેડા થયા બાદ મહિલા તેના પિયરમાં રહેવા આવી હતી. જ્યાં તેના માતા પિતાએ હેરાન કરી હતી. મહિલા પોતાના બે સંતાનો સાથે રહીને કામ કરતી હતી. મહિલાને તેના પુત્રે માનસિક અને શારીરિક ત્રાસ આપતા તે આપઘાત કરવા માટે નીકળી પડી હતી. આજીડેમમાં ઝંપલાવે તે પહેલા જ 181 ની ટીમે તેને બચાવી લીધી હતી.

આ કેસની જાણવા મળતી વિગત મુજબ રવિવારે 181 ની ટીમને જાણકારી મળી હતી કે, એક મહિલા આજીડેમમાં પડતું મૂકીને આપઘાત કરવાની કોશિશ કરે છે. માહિતી મળતાની સાથે જ 181ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કરાતા તેણે જણાવ્યું હતુ કે, આજથી 8 વર્ષ પહેલા તેના છૂટાછેડા થઈ ગયા હતા. છૂટાછેડા થયા બાદ તે પોતાના માતા પિતાને ત્યાં રહેવા માટે આવી ગઈ હતી. તો પિયર પક્ષના લોકોએ સાચવવાને બદલે તેને હેરાનગતિ કરી હતી. તે પોતાના બે દીકરા સાથે રહીને મજૂરી કામ કરે છે. તેમનો દીકરો પણ મહિલાને ત્રાસ આપતા આખરે તે આ અંતિમ પગલું ભરવાનું નક્કી કર્યુ હતુ. 181 ની ટીમે મહિલા બાદ તેના પુત્રનું પણ કાઉન્સેલીંગ કર્યુ હતુ.

દીકરાને પણ પોતાની ભૂલ સમજાઈ હતી . તેને ફરી વખત આવું નહીં કરવાની કબૂલાત આપી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં મહિલાના લગ્ન ત્રણ માસ પહેલા થયા હતા. મહિલાના લગ્ન બાદ પરિવારજનોને ખબર પડી કે દીકરીના સાસરિયાએ સંપત્તિ વિશે જે માહિતી આપી હતી તે ખોટી છે. તેથી પરિવારજનોએ દીકરીને પોતાના ઘરે બોલાવીને તેને નજરકેદ કરી નાખી. 20 દિવસ સુધી નજરકેદ કર્યા બાદ તેને મોસાળમાં મોકલવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે યુવતીને તેના પતિ સાથે જવું હતું.

મહિલાના પતિને આ વાતની જાણ થતાની સાથે જ તેને 181 ની ટીમને જાણ કરી. યુવતી અને તેના માતા પિતા મોસાળ પંહોચે તે પહેલા જ અધ વચ્ચે રસ્તા પરથી અટકાવી હતી અને કાઉન્સેલીંગ કર્યા બાદ યુવતીના પરિવારજનો માન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...