માંગણી:ઉપલેટામાં તાઉ-તે વાવાઝોડાએ 100 વીઘાના કેળના પાકને તબાહ કરી નાખ્યો, ખેડૂતોએ નુકસાની અંગે CMને પત્ર લખી સહાયની માંગ કરી

રાજકોટ8 મહિનો પહેલા
ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર મળ્યું નહોતું
  • તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે પત્ર લખ્યો

એક સપ્તાહ પૂર્વે ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાઇ વિસ્તાર પર તાઉ-તે વાવાઝોડાની તબાહી જોવા મળી હતી. વાવાઝોડાના પગલે સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો અને ઠેર ઠેર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. જેમાં પણ સૌથી વધુ નુકસાન ઉનાળુ પાકની સાથે સાથે બાગાયતી ખેતી અને નાળિયેરીને થયું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં આશરે 100 વીઘાની અંદર ખેડૂતોએ બાગાયતી ખેતીમાં કેળાનું વાવેતર કર્યુ છે. જે તોફાની પવનના કારણે પડી જતા મોટા પ્રમાણમાં નુકસાની થયાનું સામે આવ્યું છે.

ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર મળ્યું નહોતું
ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર મળ્યું નહોતું

તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે પત્ર લખ્યો
ઉપલેટા પંથકમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતે જણાવ્યું હતું કે, વાવાઝોડાએ કેળની ખેતીને જમીનદોસ્ત કરી નાંખી છે અને કેળના છોડ ઢળી પડ્યા છે તેમજ તેમાં આવેલો મોલ પણ ખરી ગયો છે. જેના કારણે તમામ છોડ અને મોલને ફેંકી દેવાની ફરજ પડતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે. ગયા વર્ષે લોકડાઉનના કારણે મહા મહેનતે તૈયાર કરેલો કેળાના મોલની બજારમાં કોઈ પણ પ્રકારની લેવાલી ન હતી. ઉપરાંત ખેડૂતોને ગયા વર્ષે નિકાસમાં મહેનતના પ્રમાણમાં વળતર નહોતું મળ્યું. આથી ખેડૂતોએ સરકારને લેખિતમાં પત્ર લખી રજૂઆત કરી છે અને તાત્કાલિક સર્વે કરાવી વળતર ચૂકવવામાં આવે તેવી આશા સાથે સરકાર પાસે સહાયની પણ માંગ કરી છે.

મોટા પ્રમાણમાં નુકસાની થયાનું સામે આવ્યું
મોટા પ્રમાણમાં નુકસાની થયાનું સામે આવ્યું

નુકસાન થતા સરકાર જલ્દીથી સહાય કરે તેવી માંગ
ઉપલેટા પંથકના ખેડૂતોએ સરકારને વિનંતી કરતા જણાવ્યું હતું કે, અન્ય ખેડૂતની જેમ ઉપલેટા પંથકમાં બાગાયતી ખેતી કરતા ખેડૂતોને પણ નુકસાની અંગે સર્વે કરી સહાય ચુકવવામાં આવે. ઉલ્લેખનીય છે કે, આ જ તમામ ખેડૂતોએ ગત વર્ષે પણ કેળની બાગાયતી ખેતી કરી હતી. જેમાં લોકડાઉનના કારણે નુકસાન થયું હતું અને હવે સતત બીજા વર્ષે નુકસાન થતા સરકાર જલ્દીથી સહાય કરે તેવો પત્ર લખી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...