ગુરુવારે રાજકોટમાં સવારે ઝાકળ જોવા મળી હતી. હવામાન વિભાગના જણાવ્યાનુસાર સામાન્ય રીતે રાત્રિ વિન્ડ પેટર્નમાં બદલાવ આવ્યો હતો. જેને હિસાબે સવારે ભેજના પ્રમાણમાં વધારો થતો હોય છે અને આથી ઝાકળ ભર્યુ વાતાવરણ રહેતું હોય છે. જોકે આવું ક્યારેક જ બને છે. સવારે ઝાકળ હોવાને કારણે સવારની ફ્લાઈટ તેના નિયત શિડ્યૂલ કરતા મોડી પડી હતી.
સવારે ધુમ્મસ છવાઇ હતી તો બપોરે મહત્તમ તાપમાન 41 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં ગુરુવારે 41.3 ડિગ્રી તાપમાન પહોંચ્યું હતું. બપોરે 12 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો હતો. હવામાન કચેરીના જણાવ્યાનુસાર સૌરાષ્ટ્રમાં રાજકોટ અને સુરેન્દ્રનગરમાં એકસરખું તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં પણ 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ સિવાય ભાવનગરમાં 38.6, દ્વારકામાં 31.6, ઓખામાં 31.9, પોરબંદરમાં 34.5, વેરાવળમાં 32.7, દીવમાં 38.4, મુહવામાં 35.8, કેશોદમાં 38.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 42.2 ડિગ્રી નોંધાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.