તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગાહી:હવામાં ભેજનું પ્રમાણ વધ્યું, અસહ્ય બફારા વચ્ચે વાદળછાયુ વાતાવરણ

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • આગામી 5 દી’ સૌરાષ્ટ્રમાં ઝાપટાં પડવાની આગાહી
  • શહેરનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી નોંધાયું

રાજ્યના લોકો સતત વરસાદની રાહ જોઈ રહ્યા છે કે, ક્યારે વરસાદ આવશે અને ક્યારે બફારામાંથી મુક્તિ મળશે. ત્યારે હવામાનમાં પણ સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. જેમાં વાદળ ઘેરાવા છતાં પણ વરસાદ વરસતો નથી. ત્યારે હવાની ગતિમાં પણ બદલાવ જોવા મળ્યો છે, જેમાં પવન હાલ પશ્ચિમ તરફથી વહી રહ્યો છે, ત્યારે ચોમાસું શું આઘું જશે, તે પણ એક પ્રશ્ન છે. હાલ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ રાજકોટ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ સહિતના સ્થળો પર ઝાપટાં પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. સામે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં ચોમાસું 18 તારીખના રોજ આવશે. જેનું કારણ એ છે કે, ભારે પવનના કારણે જે વાદળ બંધાવા જોઈએ તે બંધાયા નથી.

હવામાન વિભાગની આગાહી મુજબ જે સમયે દક્ષિણ પશ્ચિમી પવન રહેતો હોય ત્યારે ચોમાસુ ખુબ જ સારું માનવામાં આવે છે. ત્યારે સોમવારના દિવસે સતત પશ્ચિમ દિશાનો પવન રહેતો થયો હતો ત્યારે જે ચોમાસું ચાર દિવસ જેટલું દૂર રહ્યું છે તેનું મુખ્ય કારણ હવાની દિશા છે. આ વર્ષે અલ નીનોની અસર ન જોવા મળતા ચોમાસું અત્યંત સારુ રહેશે.

બીજી તરફ રાજકોટ શહેરનું સોમવારનું મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને સાંજનું તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું. જેમાં સવારના સમયે ભેજનું પ્રમાણ 68 ટકા અને સાંજના સમયે 35 ટકા નોંધાયું છે. શહેરમાં પણ સતત આખો દિવસ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું અને બફારો પણ વધુ હતો. જેનાથી લોકો અકળાયા હતા. સવારના સમયે પવનમાં 18 કિલોમીટર પ્રતિ કલાક અને સાંજના 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ હતી.

હવામાન વિભાગના અનુસાર જે વાદળો સવારના સમયે બંધાઈ રહ્યા છે તે વરસાદ લાવવા માટે પર્યાપ્ત નથી. પરંતુ જો બપોર અને સાંજના સમયે વાદળો બંધાઈ તે વરસાદ લાવે છે.તાઉતે વાવાઝોડા બાદ અરબી સમુદ્ર પર અપર એર સાઇક્લોનિક સર્કયુલેશન સર્જાયું છે. જેના કારણે હવામાં સતત વધુ ભેજ જોવા મળે છે. ભેજ હોવાના કારણે વરસાદ પણ સારો હેવો પડશે એવું હવામાન વિભાગની આગાહીમાં સામે આવ્યું છે. જ્યારે જુલાઇથી સપ્ટેમ્બર માસ દરમિયાન દરિયામાં લો પ્રેશર પણ સર્જાશે.

અન્ય સમાચારો પણ છે...