પરીક્ષા:HSCની પરીક્ષા NCERTના અભ્યાસક્રમ મુજબ લેવાશે

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 50 ટકા ઓએમઆર અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે

આગામી માર્ચ-2022 યોજાનારી ધો.12 સાયન્સની તમામ પ્રકારના વિદ્યાર્થીઓની પરીક્ષા એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ 50 ટકા ઓએમઆર અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્ન પદ્ધતિથી જ લેવામાં આવશે. ધો.12 સાયન્સમાં અગાઉ જે વિદ્યાર્થીઓ જૂના અભ્યાસક્રમ આધારિત પરીક્ષા આપ્યા બાદ પણ પાસ થયા નથી તેમને હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષાની તક મળશે નહીં. નવા અભ્યાસક્રમ મુજબ જ બોર્ડની પરીક્ષા આપવી પડશે.

ધો.12 સાયન્સમાં જૂન-2019થી હિન્દી અને અંગ્રેજીની પ્રથમ ભાષા, ગણિત, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન વિષયોમાં એનસીઇઆરટીના અભ્યાસક્રમ મુજબ નવાં પાઠ્યપુસ્તકો અમલમાં છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જૂના પુસ્તક આધારિત અભ્યાસક્રમ મુજબની પરીક્ષાની ઓગસ્ટ-2021 સુધી પૂરતી તક આપવામાં આવેલી હતી. હવે આ મુદત પૂર્ણ થતાં જૂના પાઠ્યપુસ્તક આધારિત અભ્યાસક્રમ મુજબની પરીક્ષા લેવામાં આવશે નહીં, તે અંગે બોર્ડ દ્વારા પરિપત્ર કરી સૂચના અપાઈ છે.

ધો.12 સાયન્સની પરીક્ષા તમામ વિદ્યાર્થીઓ માટે એનસીઇઆરટીના નવા અભ્યાસક્રમ અનુસાર જ લેવામાં આવશે. જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓગસ્ટ મહિના સુધી તક આપવામાં આવી હતી. આ મુદત પૂર્ણ થતાં હવે તમામ વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ મુજબ પરીક્ષા આપવાની રહેશે. બોર્ડ દ્વારા હવે જૂના અભ્યાસક્રમ મુજબ પરીક્ષા લેવામાં આવશે નહીં. નવા અભ્યાસક્રમ અનુસાર 50 ટકા એમસીક્યુ અને 50 ટકા સબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નોના આધારે પેપર લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...