તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કૃષિ બિલના વિરોધમાં ખેડૂતોએ મંગળવારે ભારત બંધનું એલાન આપ્યું છે, ત્યારે સોમવારે રાત્રે જ રાજકોટના પેડક રોડ પર કોંગી આગેવાનો અને તેના સાથી કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ દર્શાવતા મંગળવારે બંધના એલાન વખતે ઘર્ષણ થવાનાં એંધાણ વર્તાઇ રહ્યા છે. પોલીસે આરોપી કોંગી આગેવાનને દારૂ પીધેલી હાલતમાં પકડી લીધો હતો.
મંગળવારે ભારત બંધના એલાનને પગલે રાજકોટમાં કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, પોલીસે કેટલાક આગેવાનોને અગાઉથી રાઉન્ડઅપ કરી લીધા છે ત્યારે સોમવારે રાત્રે 10.30 વાગ્યાના અરસામાં પેડક રોડ પર બાલક હનુમાન મંદિર પાસે કેટલાક શખ્સોએ ટાયર સળગાવી કૃષિ બિલનો વિરોધ કર્યો હતો.
ટાયર સળગાવ્યાની ઘટનાની જાણ થતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. પોલીસ પહોંચી તે પહેલા વિરોધ કરનારા નાસી ગયા હતા. બી.ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ અસુરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના આગેવાન તુષાર નંદાણીને ઉઠાવી લઇ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે અને તેની સાથેના ત્રણ-ચાર લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.