કાર્યવાહી:વીજચોરી કરનાર હોટેલ સંચાલકને 3 વર્ષની સજા, કોર્ટે ત્રણ ગણો દંડ ભરવા આદેશ કર્યો

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખંભાળિયા-દ્વારકા વચ્ચે આવેલી હોટેલના સંચાલક વીજલાઈનમાંથી સીધું જોડાણ લઇ પાવરચોરી કરી રહ્યા હોવાનું અગાઉ બહાર આવ્યું હતું આ કેસમાં હોટેલ સંચાલકને ત્રણ વર્ષની સજા અને ત્રણ ગણો દંડ ભરવાની કોર્ટે સજા ફટકારી છે.

પીજીવીસીએલ દ્વારા આ કેસ અંગે જણાવાયું છે કે, જામનગર પીજીવીસીએલ સર્કલના ખંભાળિયા ડિવિઝનના વડતરા સબ ડિવિઝન હેઠળના ગામ હંજરાપરમાં દ્વારકા રોડ પર આવેલી હોટેલના વીજજોડાણનું ચેકિંગ તા. 30.01.2020ના રોજ કરાયું હતું. જેમાં વીજ વપરાશ રત્નાભાઈ ઉર્ફે કાળુભાઈ સુરાભાઈ નાગેશ (રહેવાસી દાત્રાણા વાળા) કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જે વીજકંપનીનું વીજજોડાણ ધરાવતા ન હતા અને વીજલાઇનમાંથી ડાયરેક્ટ જોડાણ કરી વીજચોરી કરતા પકડાયા હતા.

આરોપી વિરુદ્ધ ખંભાળિયા કોર્ટમાં તા. 24.8.2021ના રોજ ચાર્જશીટ રજૂ કર્યું હતું. કેસ ખંભાળિયાની સેશન્સ અદાલતમાં ચાલતાં સરકારી વકીલની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈ આરોપી રત્નાભાઈ ઉર્ફે કાળુભાઇ સુરાભાઈ નાગેશને ત્રણ વર્ષની સજા અને ત્રણ ગણો દંડની સજા કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...