તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Rajkot
 • Hostel Of Saurashtra Uni. Started, Admission To More Than 200 Students, At Present There Will Be Only One Student In One Room

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોસ્ટેલ શરૂ:સૌરાષ્ટ્ર યુનિ.ની હોસ્ટેલ શરૂ, 200થી વધુ વિદ્યાર્થીને પ્રવેશ, હાલ એક રૂમમાં એક વિદ્યાર્થી જ રહેશે

રાજકોટ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

શાળા-કોલેજોની સાથે સરકારે હવે જુદી જુદી હોસ્ટેલને પણ શરૂ કરવાની પરવાનગી આપી છે. તાજેતરમાં જ પ્રથમ વર્ષ કોલેજનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવતા હવે બહારગામથી અભ્યાસઅર્થે રાજકોટ આવતા વિદ્યાર્થીઓ લાંબા સમય બાદ ફરી ભણવા આવવા લાગ્યા છે.

યુનિવર્સિટીની ગર્લ્સ અને બોયઝ બંનેની આઠ હોસ્ટેલમાં હાલ 200થી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. જોકે હાલ એક રૂમમાં એક જ વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે એટલે કે, હોસ્ટેલની જેટલી કેપેસીટી છે તેનાથી 50 ટકા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચાર ગર્લ્સ હોસ્ટેલ અને ચાર બોયઝ હોસ્ટેલમાં હાલ 50 ટકા વિદ્યાર્થીઓની ક્ષમતા સાથે શરૂ કરવામાં આવી છે. ગાઈડલાઈન સાથે હાલ યુનિવર્સિટીની હોસ્ટેલ શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો