તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારીના LIVE દ્રશ્યો:રાજકોટની ખાનગી હોસ્પિ.માં નશાની હાલતમાં દર્દીના બે સગાએ મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર હિચકારો હુમલો કર્યો, ઘટના CCTVમાં કેદ

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટમાં હોસ્પિટલમાં દર્દીના સગાનો હુમલો.
  • રાત્રે શહેરભરના ડોક્ટરો એકઠા થઇ માલવિયાનગર પોલીસને કડક કાર્યવાહી કરવા માગ કરી હતી
  • માલવિયાનગર પોલીસે હોસ્પિટલમાં તબીબી સ્ટાફ પર હુમલો કરનાર બે શખ્સની ધરપકડ કરી

રાજકોટની હોસ્પિટલમાં તબીબો અને સ્ટાફ પર હુમલાની ઘટના વધી રહી છે. ત્યારે ગઇકાલે વધુ એક હોસ્પિટલમાં મેડિકલ સંચાલક અને મેડિકલ ઓફિસર પર દર્દીના સગાએ હુમલો કર્યાની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં બે શખ્સ નશાની હાલતમાં હોસ્પિટલમાં ઘૂસી હુમલો કરવા લાગે છે.

હુમલો કર્યા બાદ પાર્કિંગમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી
રાજકોટના નાનામવા રોડ પર આવેલા રાજનગર ચોકમાં સાકેત હોસ્પિટલમાં દર્દીના સગા ઘૂસી મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલક પર હુમલો કર્યો હતો. નિલદીપ અને હરકિશન સહિત 3થી 4 શખ્સ હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા. બાદમાં માર મારવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. હુમલાખોરોએ મેડિકલ ઓફિસર અને મેડિકલ સંચાલકને માર માર્યા બાદ પાર્કિંગમાં પડેલા વાહનો જમીન પર પછાડી તોડફોડ કરી હતી.

ઘટના સીસીટીવીમાં કેદ થઈ.
ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

હુમલાખોર નશાની હાલતમાં આવ્યાની ચર્ચા
નશાખોર શખ્સો નશાની હાલતમાં આવ્યા હોવાની ચર્ચા થઇ રહી છે. ઘટના બાદ રાજકોટના તબીબો એકઠા થયા હતા અને માલવિયાનગર પોલીસ સ્ટેશન પહોંચી આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરી હતી. સાકેત હોસ્પિટલના ડોક્ટર વિરલ ગાજીપરા સાથે થોડા દિવસ પહેલા હુમલાખોરના સ્વજન દાખલ કર્યા હતા ત્યારે મનદુઃખ થયું હતું. આથી ગત રાત્રે દર્દીના સ્વજનો દોડી આવ્યા હતા અને હુમલો કરી દીધો હતો. આ અંગે માલવિયાનગર પોલીસ તપાસ હાથ ધરી છે.

નશાની હાલતમાં આવ્યાની ચર્ચા.
નશાની હાલતમાં આવ્યાની ચર્ચા.

માલવિયાનગર પોલીસે બે આરોપીની ધરપકડ કરી
રાજકોટની સાકેત હોસ્પિટલમાં તોડફોડ અને તબીબને માર મારવાનો મામલે માલવિયાનગર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. નવદીપસિંહ જાડેજા અને અભીજીતસિંહ જાડેજા નામના બે શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગત રાત્રે સાકેત હોસ્પિટલમાં ઘૂસી બંનેએ તોડફોડ કરી હતી. તેમજ તબીબને માર માર્યો હતો. અગાઉ પણ આ બંને આરોપીઓ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે. પોલીસ તપાસમાં બંનેએ કેફી પ્રવાહી પીધું હોવાથી નશાની હાલતમાં હોસ્પિટલમાં ઘૂસ્યાનું ખુલ્યું છે.

પોલીસે બે શખ્સની ધરપકડ કરી.
પોલીસે બે શખ્સની ધરપકડ કરી.

6 મહિના પહેલા સિવિલમાં મારામારી થઇ હતી
આજથી 6 મહિના પહેલા સિવિલ હોસ્પિટલમાં દર્દીની સારવારમાં ડાંડાઈ થતી હોવાના આક્ષેપ સાથે દર્દીના સગા અને તબીબો વચ્ચે થયેલી માથાકૂટ બાદ બન્ને તરફે રીતસરનું ગુંડાગીરીનું વરવું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. દર્દીના સગાએ મહિલા તબીબને ફડાકા ઝીંકી દીધા બાદ મામલો બિચક્યો હતો. અંદાજે 25થી વધુ રેસીડન્ટ ડોક્ટરોએ લુખ્ખાઓને પણ શરમાવે તેવા અંદાજમાં યુવાનને પછાડી પછાડીને માર્યો હતો અને ગાળોનો વરસાદ વરસાવ્યો હતો. આટલું અધૂરું હોય તેમ દરવાજાના કાચ પણ તબીબોએ તોડી નાખ્યા હતા. લગભગ અડધી કલાક સુધી ચાલેલી માથાકૂટ બાદ મામલો પ્રદ્યુમનનગર પોલીસમથકે પહોચ્યો હતો. જ્યાં બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ 150થી વધુ રેસીડન્ટ ડોક્ટરે વીજળીક હડતાળ પાડી દીધી હતી.