તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hospital Flowers For Patients In Rajkot, Bed Increase Announced, On The Other Hand 320 Beds In 20 Railway Coaches For Kovid Eat Dust

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાગો તંત્ર જાગો:રાજકોટમાં દર્દીઓ માટે હોસ્પિટલો ફુલ, બેડ વધારવાની જાહેરાત, બીજી તરફ કોવિડ માટે રેલવેના 20 કોચમાં 320 બેડ ધૂળ ખાય છે

રાજકોટ14 દિવસ પહેલા
કોવિડ હોસ્પિટલમાં હાલ 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.
  • રેલવે અને કલેકટર વચ્ચે સંકલનના અભાવથી લાખો રૂપિયાના ખર્ચે મેઇન્ટેન થતા રેલવે કોચ બિનઉપયોગી બન્યા

રાજકોટમાં એક તરફ કોરોનાનું સંક્રમણ એટલી હદે વધી રહ્યું છે કે સરકારી અને ખાનગી હોસ્પિટલો ફુલ થઈ રહી છે. આવા સંજોગોમાં કલેકટર તંત્રે કોરોના દર્દીઓ માટે નવી હોસ્પિટલ શોધવા કવાયત શરૂ કરી છે. ત્યારે વિચિત્રતા એ છે કે સિવિલ હોસ્પિટલની સામે જ રેલવેના 20 કોચમાં તૈયાર કરાયેલાં 320 બેડની કોવિડ હોસ્પિટલ એક વર્ષથી તૈયાર હોવા છતાં રેલવે અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવથી ખાલી પડી છે. ઉલ્લેખનીય છે કે સંકલનના અભાવથી લાખો રૂપિયાના ખર્ચે રેલવે કોચને મેઇન્ટેન કરવામાં આવે છે છતાં એ દર્દીઓને કામે ન આવતાં બિનઉપયોગી પડ્યા છે.

એક કોચમાં 16 દર્દી રાખી શકાય એવી વ્યવસ્થા
આરોગ્ય મંત્રાલયની કોવિડલાઈનના આધારે રેલવેના કોચને આઈસોલેશન વોર્ડમાં તબદિલ કરવામાં આવ્યા છે અને આશરે રૂ. 1 લાખના ખર્ચે કન્વર્ટ કરી એનો નિભાવ કરાઈ રહ્યો છે. રાજકોટ ડિવિઝનમાં આવા 20 કોચ એક વર્ષ કરતાં વધુ સમયથી વર્કશોપમાં ધૂળ ખાય છે. એક કોચમાં 9 કેબિનમાંથી 8માં દદીઓ અને 1માં તબીબી સ્ટાફ રહી શકે એવી વ્યવસ્થા ઊભી કરાઈ રહી છે. એક કોચમાં 16 દર્દી રાખી શકાય, એ મુજબ 20 કોચમાં 320 કોરોના પેશન્ટને રાખી શકાય તેમ છે.

20 કોચમાં 320 કોરોના પેશન્ટને રાખી શકાય એમ છે.
20 કોચમાં 320 કોરોના પેશન્ટને રાખી શકાય એમ છે.

લાખોનો ખર્ચ 1 વર્ષથી પાણીમાં જઈ રહ્યો છે
રાજકોટ અને ભાવનગર બંને ડિવિઝનમાં મળીને 100 કોચ તૈયાર છે, જેનો લાખોનો ખર્ચ 1 વર્ષથી પાણીમાં જઈ રહ્યો છે, પરંતુ એનો એકપણ કોરોના પેશન્ટ માટે ઉપયોગ થયો નથી. ઉપરાંત રેલવે હોસ્પિટલમાં પણ કોરોના દર્દીને દાખલ કરી શકાય એમ છે, પરંતુ કલેકટર-તંત્ર કયા કારણથી રેલવે ઓથોરિટીનો સંપર્ક કરતું નથી એ મોટો પ્રશ્ન છે. બંને તંત્ર વચ્ચે સંકલનના અભાવથી વેન્ટિલેટર જેવાં સાધનોથી સજજ રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી.

સંકલનના અભાવથી રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી.
સંકલનના અભાવથી રેલવે હોસ્પિટલનો ઉપયોગ કરી શકાતો નથી.

કોવિડ હોસ્પિટલમાં હાલ 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે
ઉલ્લેખનીય છે કે હાલમાં વહીવટી તંત્ર દ્વારા મેડિકલ એસોસિયેશન અને હોટલસંચાલકો સાથે બેઠક કરી વધુ બેડો શરૂ કરવા હવાતિયાં મારવામાં આવી રહ્યાં છે. અને બીજી તરફ રેલવે હોસ્પિટલ અને રેલવે ડબામાં તૈયાર કરાયેલા કોચ સાવ બિનઉપયોગી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 590 દર્દીની ક્ષમતા સાથેની કોવિડ હોસ્પિટલમાં હાલ 500 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. સિવિલ ફુલ થવાની પહેલાં જ ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ચૂકી છે. આવા સંજોગોમાં લોકો લૂંટાય નહિ એ માટે તંત્રએ રેલવેનાં બેડનો ઉપયોગ કરવા માટે જરૂરી કાર્યવાહી કરવાની દિશામાં ધ્યાન આપવું જરૂરી બન્યું છે.

સિવિલ ફુલ થવાની પહેલાં જ ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ચૂકી.
સિવિલ ફુલ થવાની પહેલાં જ ખાનગી હોસ્પિટલો પણ ફુલ થઈ ચૂકી.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

વધુ વાંચો