તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે તો સુધારો:ખાનગી હોસ્પિટલના સંચાલકોએ કહ્યું, ફાયરના સાધનો તો છે પણ ફિટિંગ કરનારા પાસે સમય નથી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ મનપાએ 8 હોસ્પિટલને ફાયરના સાધનો તેમજ નિયમ મુજબ ફાયર એક્ઝિટ ન હોવાથી સીલ મારવાનો આદેશ કર્યો છે. આ અંગે દિવ્ય ભાસ્કરે હોસ્પિટલના સંચાલકોનો સંપર્ક કરતા તેઓએ કારણ આપતા કહ્યું હતું કે, ફાયરના સાધનો તો છે તેમને ફિટ કરનાર કોઇ નથી!

સૌરાષ્ટ્ર ચિલ્ડ્રન હોસ્પિટલના ડો.યજ્ઞેશ પોપટ કહે છે કે, તેમની હોસ્પિટલને નોટિસ મળતા તમામ સાધનો લઈ લીધા હતા પણ હજુ સુધી કોન્ટ્રાક્ટરને ફિટિંગ કરવાનો સમય નથી મળ્યો તેથી હવે ઝડપથી કામ થાય એટલે નવાની શોધ આદરી છે. ડો.વિવેક જોશી કહે છે કે, તેમણે જેને કોન્ટ્રાક્ટ આપ્યો તે કોરોનાગ્રસ્ત બનતા કામગીરી અટકી ગઈ છે. દેવ હોસ્પિટલના ડો.નિલેશ નિમાવત જણાવે છે કે, તેમની હોસ્પિટલમાં સ્મોક ડિટેક્ટર ફિટ કરાવવા ક્વોટેશન કાઢ્યું તો 3 મહિનાનું વેઈટિંગ નીકળ્યું છે. નિહિત બેબી કેરના ડો. હિરેન મશરુ કહે છે કે, તેમણે તમામ સાધનો ફિટ કરાવી નાખ્યા છે.

જે હોસ્પિટલમાંથી ખામી નીકળી તેની પાસે NOC
મનપાએ જેને નોટિસ આપી છે તે દેવ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે સપ્ટેમ્બર 2020માં જ એનઓસી મેળવી લીધું છે. ત્યારબાદ ફાયર વિભાગના પ્રતિભાવને આધારે સીલ મારવાની નોટિસ અપાઈ છે. આ એનઓસી સપ્ટેમ્બર માસમાં ઈસ્યૂ થયું હતું અને એક માસ પછી જ નવા નિયમો લાગુ થતાં સ્મોક ડિટેક્ટરની ખામી નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો