જાહેરાત:હવે પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં ઘૂડખર, ચૌશિંગા અને વરુ જોવા મળશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે અલગ-અલગ 57 પ્રજાતિના વન્યપ્રાણી-પક્ષીઓ છે

જૂનાગઢ શક્કરબાગ ઝૂ ખાતેથી રાજકોટના પ્રદ્યુમ્નપાર્ક ઝૂમાં દુર્લભ પ્રાણી ઘૂડખર જોડી 1 (નર-1, માદા-1), ચૌશિંગા જોડી 1 (નર-1, માદા-1) તથા વરુ માદા -1 લાવવામાં આવ્યા હતા. આ તમામ પ્રાણીઓને હાલ વેટરનરી ઓફિસરની દેખરેખ હેઠળ ઝૂ ખાતે ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે. રાજકોટ પ્રાણી ઉદ્યાન ખાતે અલગ અલગ 57 પ્રજાતિના વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરાયા છે.

રાજકોટ ઝૂ સૌરાષ્ટ્રના પ્રવાસીઓ માટે ફરવા માટેનું ઉત્તમ સ્થળ બની ગયું છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાત લે છે. ત્યારે જૂનાગઢના સક્કરબાગ ઝૂ ખાતેથી રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે દુર્લભ પ્રાણી લાવવામાં આવ્યા હતા.

હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 57 પ્રજાતિઓના કુલ 456 વન્યપ્રાણી-પક્ષીઓ છે. રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતેથી રોયલ બેંગાલ સફેદ વાઘ જોડી 1 (નર તથા માદા)ને ઇન્દ્રોડા નેચર પાર્ક, ગાંધીનગર ખાતે આપવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...