કોરોના વાઇરસ:લોકડાઉનનો ચુસ્ત અમલ કરનાર રાજકોટની ચાર સોસાયટીના આગેવાનોનું CPએ પ્રમાણપત્ર આપી સન્માન કર્યું

રાજકોટ2 વર્ષ પહેલા
સોસાયટીના આગેવાનોને સન્માનિત કર્યા
  • ચાર ઝોનમાં 250 જેટલી સોસાયટીઓને મોનિટરિંગ કરવામાં આવી રહી છે

ગુજરાત રાજ્યનો આજે સ્થાપના દિવસ છે. ત્યારે રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટવાસીઓને ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. તો બીજી તરફ  લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરનાર ચાર જેટલી સોસાયટીઓને રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવી છે. રાજકોટ શહેર પોલીસ દ્વારા પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ ચાર ઝોન પાડવામાં આવ્યા છે. આ ચાર ઝોનમાં 250 જેટલી સોસાયટીઓને મોનિટરિંગ કરવામાં આવી રહી છે. ત્યારે આ 250 જેટલી સોસાયટીઓ પૈકી ચાર જેટલી સોસાયટીઓના આગેવાનોને લોકડાઉનનું ચુસ્ત અમલવારી કરવા બદલ  સન્માનિત કરવામાં આવ્યા હતા. 

આગામી દિવસોમાં આ કામગીરી શરૂ રહેશે

સોસાયટીઓ  લોકડાઉનની અમલવારી ક્યા ક્યા પ્રકારે કરે છે તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા કેટલાક માપદંડો પણ બનાવવામાં આવ્યા હતા. આ માપદંડોના આધારે જે પણ સોસાયટી માપદંડો પર ખરી ઊતરતી હોય તે રીતે દરેક ઝોનમાંથી એક એક સોસાયટીને પોતાની ઉત્કૃષ્ટ કામગીરી બદલ જાગૃતતા બદલ સન્માનિત કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ પ્રક્રિયા આગળ ચાલુ રહેશે. સોસાયટીઓને સન્માનીત કરવાનો હેતુ માત્ર એટલો જ છે કે લોકોમાં જાગૃતિ આવે અને લોકો લોકડાઉનની પ્રક્રિયાનો ચુસ્તપણે પાલન કરે. જેથી કરી કોરોના વાઇરસ સામેના જંગને આપણે સૌ સાથે મળી જીતી શકીએ.

અન્ય સમાચારો પણ છે...