તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી:હનીમૂન ડીલાઇટ અને વેલ્વેટ આઇસક્રીમમાં મિલ્ક ફેટ ઓછા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યાજ્ઞિક રોડની વૃંદાવન ડેરી એન્ડ ફૂડસ અને યુનિવર્સિટી રોડ પરની સંતુષ્ટી આઈસ્ક્રીમમાંથી લેવાયેલ નમૂના નાપાસ થયા

યાજ્ઞિક રોડ પર આવેલી વૃંદાવન ડેરી એન્ડ ફૂડસના રેડ વેલ્વેટ આઈસ્ક્રીમ (લૂઝ)માં મિલ્ક ફેટ ઓછા હોવાનુ તેમજ યુનિવર્સિટી રોડ પર આવેલ સંતુષ્ટી આઈસ્ક્રીમમાંથી લેવાયેલ હનીમુન ડીલાઈટ આઈસ્ક્રીમ (લૂઝ)માં પણ મિલ્ક ફેટ ઓછા હોવાનો રિપોર્ટ આવતા તેમની સામે ફૂડ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. બીજી તરફ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ - ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા 11 વિસ્તારોમાં સ્પોટ ટેસ્ટિંગ અને અવેરનેસ કામગીરી કરાઈ હતી.

રાજ્ય સરકારનાં ફુડ સેફ્ટી વિભાગ તરફથી નવા અભિગમરૂપે ખાદ્યચીજ વસ્તુ અંગેના જનજાગૃતિ માટે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાહન ફાળવેલ છે. આ વાહન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો ગાયત્રીનગર મેઇન રોડ, વિનોદનગર મેઇન રોડ, કૃષ્‍ણનગર મેઇન રોડ, આનંદબંગલા ચોક, મવડી ગામ, પંચનાથ ચોક, રેસકોર્સ, મેઘાણી રંગભવન પાછળ, પરાબજાર માવાપીઠ, ચંદ્રેશનગર શાકમાર્કેટ, રામાપીર ચોકડીમાં આવેલા ફૂડ બિજનેસ ઓપરેટરની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે સ્થળ પર જ ખાદ્યચીજમાં ભેળસેળ અને પ્રાથમિક ટેસ્ટિંગ હાઇજિનીક કન્ડિશન અંગે જાણકારી આપવામાં આવેલા તેમજ ફૂડ સેફ્ટી અવેરનેસ અંગેના કેમ્પિયન પેમ્પલેટ હેન્ડબૂકનુ વિતરણ કરવામાં આવ્યું હતું.

મનપાની ટીમે શિવશક્તિ પ્રોવિઝન સ્ટોરમાંથી “ચણાદાળ (લૂઝ)”, ક્સ્તુરી સુપર માર્કેટમાંથી” મગછળી દાળ (લૂઝ)”, સોની ટ્રેડલિંન્કમાંથી “ચણાદાળ (લૂઝ)” , આર.જે.સેલ્સ એજન્સીમાંથી કિન્લે પેકડ ડ્રીકિંગ વોટર, હેતલ એન્ટરપ્રાઇઝમાંથી હિમાલય નેચરલ મિનરલ વોટર, હેતલ એન્ટરપ્રાઇઝમાંથી એકવાફાઈન પેકડ ડ્રીંકિંગ, દ્વીશા ટ્રેડલિંકમાંથી કવોલિટી વોલ્સ કરન્સી બટર સ્કોચ આઈસ્ક્રીમ અને સુપર માર્કેટમાંથી “તુવેરદાળ તેલવાળી (લુઝ)” નમુના લઇ લેબમાં મોકલ્યા છે.

અન્ય સમાચારો પણ છે...