દુખદ:હોન્ડા ધોવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત, લાલપરી નદીમાં રવિવારે લાશ તરતી મળી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરની ભાગોળે લાલપરી નદીમાં ડૂબી જવાથી મોરબી રોડ પર આવેલા વેલનાથપરામાં રહેતા પ્રકાશ રાજેશભાઇ સોલંકી નામના યુવાનનું મોત નીપજ્યું છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસમથકના હેડ કોન્સ.વી.કે.સોલંકીએ વિગત આપતા જણાવ્યું કે, વેલનાથપરામાં રહેતો પ્રકાશ શનિવારે સાંજે લાલપરી નદીમાં તેનું બાઇક ધોવા જતો હોવાનું કહીને નીકળ્યો હતો. સાંજ સુધી પ્રકાશ ઘરે પરત નહીં આવતા તેની શોધખોળ કરી હતી. અને પોલીસમાં જાણ કરી હતી. દરમિયાન રવિવારે સવારે લાલપરી નદીમાં એક યુવાનની લાશ તરતી હોવાની પોલીસ કંટ્રોલ રૂમને જાણ થઇ હતી. જેથી ફાયરબ્રિગેડની ટીમ સાથે પોતે પણ ત્યાં દોડી ગયા હતા. નદીના પાણીમાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. બાદમાં મૃતદેહ પ્રકાશનો હોવાનું પરિવારજનોએ કહ્યું હતું. પોલીસ તપાસમાં બાઇક ધોતી વેળાએ ડૂબી ગયો હોવાનું અનુમાન છે. પ્રકાશ છૂટક મજૂરી કરતો હતો. તે ચાર બહેન અને બે ભાઇમાં વચેટ હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...