ગ્રાઉન્ડ રિપોર્ટ:ઘરોમાં પાણી ઘૂસ્યા, ઘરવખરી પલળી જતા ફૂડ પેકેટ વિતરણ કરાયા, ધંધા-રોજગાર બંધ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નાળા-અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ, ટ્રાફિક જામ સર્જાયો. - Divya Bhaskar
નાળા-અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ, ટ્રાફિક જામ સર્જાયો.
  • ચારેબાજુ ગોઠણડૂબ પાણી ભરાતા વાહનો બંધ પડી ગયા, અનેક જગ્યાએ ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
  • લોકો વરસાદ માણવા રસ્તા પર નીકળ્યા

શહેરના લાલપરી, રાંદરડા તળાવ, માંડાડુંગર આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા. ઘરમાં પાણી ભરાય જવાને પગલે લોકોના અનાજ-કપડાં સહિતની ઘરવખરી પણ પલળી ગઈ હતી. આ વિસ્તારમાં વરસાદથી અસરગ્રસ્ત લોકોને ફૂડ પેકેટ્સ પણ વિતરણ કરાયા હતા. સંતકબીર રોડ ઉપર કમ્મરડૂબ પાણી ભરાતા લોકો અને વાહનચાલકોને પણ મુશ્કેલી પડી હતી. સામાકાંઠે એક જર્જરિત દીવાલ પણ તૂટી પડી હતી જોકે જોઈ જાનહાનિ થઇ ન હતી.

ધર્મેન્દ્ર રોડ સહિતની મુખ્ય બજારો આખો દિવસ બંધ રહી
આખો દિવસ જ્યાં લોકોની ચહલપહલ રહે છે તેવી શહેરની મુખ્ય બજારો ધર્મેન્દ્ર રોડ, દાણાપીઠ, ઘી કાંટા રોડ, દરજી બજાર, ગુંદાવાડી સહિતની બજારો ભારે વરસાદને પગલે આખો દિવસ બંધ રહી હતી. મોડી રાતથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે સવારે મુખ્ય બજારની મોટાભાગની દુકાનો બંધ રહી હતી. આ ઉપરાંત સોરઠિયાવાડીથી આજી ડેમ જવાના રસ્તે પાણી ભરાવાને પગલે ટ્રાફિક જામ થયો હતો. લલૂડી વોંકળીમાં ઘરમાં અને કારખાનાઓમાં પાણી ભરાયા હતા.

નાળા-અંડરબ્રિજમાં પાણી ભરાતા બંધ, ટ્રાફિક જામ સર્જાયો
​​​​​​​લક્ષ્મીનગરના નાળામાં અંડરબ્રિજને કારણે બંધ છે, એસ્ટ્રોન ચોક બ્રિજમાં અને કાલાવડ રોડ અંડરબ્રિજમાં પણ પાણી ભરાતા આ તમામ રસ્તાનો ટ્રાફિક અમીનમાર્ગ પર જમા થતા વાહનોની લાઈન લાગી હતી. નાનામવા સર્કલ પર બ્રિજનું કામ કરી રહેલું મશીન પણ પાણીમાં ડૂબ્યું હતું. કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ સહિતના મુખ્યમાર્ગો ઉપર પણ લોકો અને વાહનોને બદલે માત્ર પાણી-પાણી જ હતું. ભારે વરસાદને લીધે રોજ ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પણ સૂમસામ રહ્યા હતા. મોટાભાગના ચાલકોને વાહન બંધ પડી જવાની સમસ્યાઓ રહી હતી.

અન્ય સમાચારો પણ છે...