નિર્ણય:ફૂડની હોમડિલિવરી કરનારાને પાસ અપાશે, આઇકાર્ડ માન્ય રખાશે : CP

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફૂડની હોમડિલિવરી માટે રાત્રીના 10 વાગ્યા સુધી કર્ફ્યૂમાં છૂટ રહેશે
  • સામાન્ય લોકો માટે કર્ફ્યૂનો સમય રાત્રીના 9નો જ રહેશે

રાજકોટ સહિત રાજ્યના 36 શહેરમાં નાઇટ કર્ફ્યૂ તા.11 સુધી લંબાવવામાં આવ્યો છે, જોકે દુકાન-લારીઓ બપોરના 3ને બદલે સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો નિર્ણય કરાતા વેપારીઓએ હાશકારો અનુભવ્યો હતો. રેસ્ટોરન્ટમાં રાત્રીના 9 વાગ્યા સુધી ટેક-અવે ચાલુ રહેશે અને રાત્રીના 10 વાગ્યા સુધી હોમડિલિવરી કરી શકાશે, 10 વાગ્યા સુધી હોમડિલિવરી કરનાર ડિલિવરીમેનને રાત્રીના 10 વાગ્યા સુધી અવર જવર માટે પાસ આપવામાં આવશે અથવા તેમના ઓળખકાર્ડને માન્ય રાખવામાં આવશે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે, તા.4 જૂનના રાત્રીના 9 વાગ્યાથી તા.11 જૂન સવારના 6 વાગ્યા સુધી નવું જાહેરનામું અમલી રહેશે. જાહેરનામા મુજબ રાત્રીના 9 વાગ્યાથી કર્ફ્યૂ યથાવત્ રહેશે, નવી જાહેરાત મુજબ સવારના 9 થી સાંજના 6 વાગ્યા સુધી વેપારીઓ પોતાની દુકાન, લારી ગલ્લા, બ્યુટીપાર્લર, સલૂન ખુલ્લા રાખી શકાશે. હોટેલ-રેસ્ટોરન્ટમાં સવારના 9 થી રાત્રીના 9 વાગ્યા સુધી ટેક-અવેની સુવિધા ચાલુ રહેશે અને સવારના 9 થી રાત્રીના 10 વાગ્યા સુધી હોમડિલિવરી ચાલુ રાખી શકશે.

નાઇટ કર્ફ્યૂ રાત્રીના 9 વાગ્યાથી અમલી બનતું હોય પરંતુ રેસ્ટોરન્ટમાંથી હોમડિલિવરી કરતા હોમડિલિવરીમેન રાત્રીના 10 વાગ્યા સુધી શહેરમાં અવર જવર કરી શકશે, ફૂડની ડિલિવરી કરતા ડિલિવરીમેનને પોલીસ દ્વારા પાસ આપવામાં આવશે અથવા તો તેના ઓળખકાર્ડને પોલીસ માન્ય રાખશે આ માટે ગુરુવાર સુધીમાં ચોક્કસ નિર્ણય કરવામાં આવશે. નાઇટ કર્ફ્યૂ તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે, હોટેલ-રેસ્ટોરન્ટના ડિલવરીમેને માસ્ક સહિતના કોવિડના નિયમોનું પાલન અચૂકપણે કરવું પડશે, નહીંતર તેની સામે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...