તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:કાલે સાંજે 7:00થી 9.56 સુધી શ્રેષ્ઠ મુહૂર્તમાં હોળી પ્રગટાવાશે, રાત્રે 12.18 કલાકે હોળાષ્ટક પૂરા થશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • 28મીએ સાંજે 5.36થી 6.42 સુધી અમૃત સિદ્ધિ યોગમાં હોળીનો તહેવાર મનાવાશે

આ વર્ષે ફાગણ સુદ પૂનમને તારીખ 28ને રવિવારના દિવસે અમૃત સિદ્ધિ યોગના સંયોગમાં હોળીનો તહેવાર મનાવાશે. આ વર્ષે હોળી રાત્રીના શુભ તથા અમૃત ચોઘડિયામાં પ્રગટાવાશે. દર વર્ષે લોકો મુહૂર્ત-ચોઘડિયા પ્રમાણે જ હોળી પ્રગટાવતા હોય છે. આ વર્ષે તારીખ 28ને રવિવારે રાત્રીના 7થી 9.56 કલાક સુધીનો સમય હોળી પ્રગટાવવા માટે શ્રેષ્ઠ હોવાનું શાસ્ત્રી રાજદીપ જોષી જણાવે છે. 28મીએ સાંજે 5.36થી 6.42 સુધી અમૃત સિદ્ધિ યોગ છે અને રવિવારે રાત્રે જ 12.18 કલાકે હોળાષ્ટક પૂરા થઇ જશે.

ત્યારબાદ સગાઇ, લગ્ન, વાસ્તુ સહિતના શુભકાર્યોની પણ શરૂઆત કરી શકાશે જે હોળાષ્ટક દરમિયાન કરી શકાતા ન હતા. ખાસ કરીને હોળીના તાપમાં શરીરની બધી જ બીમારીઓ નાશ પામે છે.ભારતીય પરંપરા પ્રમાણે હોળીની જાળ જે દિશામાં જાય તે પ્રમાણે વરસાદનો વરતારો કરવામાં આવે છે. હોળીની જાળ ઇશાન ખૂણામાં જાય તો સાધારણ વરસાદ, અગ્નિ ખૂણામાં જાય તો દુષ્કાળનો ભય, વાયવ્ય ખૂણામાં સારો વરસાદ, નૈઋત્ય દિશામાં સાધારણ વરસાદ, પશ્ચિમ દિશામાં સારો વરસાદ, દક્ષિણ દિશામાં પવન જાય તો પણ નાશ પામે છે.

પૂર્વ દિશામાં જાય તો ક્યાંક સારો વરસાદ પડે, ક્યાંક ન પડે, ઉત્તર દિશામાં સારો વરસાદ થાય. રંગ-રાગ અને રસનું આ લોકપ્રિય પર્વ ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂનમના રોજ શરૂ થાય છે. પૂનમના દિવસે સંધ્યાકાળના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે એને હોલિકાદહન પણ કહેવાય છે.

મંદિરોમાં હોળી-ધુળેટીના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ: માત્ર દર્શનની છૂટ
સરકારે ધુળેટીની ઉજવણી પર પાબંધી ફરમાવી છે. લોકો માત્ર ધાર્મિક રીતે હોળી પ્રગટાવી શકશે. દર વર્ષે સ્વામિનારાયણ મંદિર, હવેલી સહિતના મોટા મંદિરોમાં હોળી-ધુળેટીની સામૂહિક ઉજવણી કરવામાં આવે છે. લોકો ભગવાનને પણ ધુળેટી રમાડે છે, ધાર્મિક કાર્યક્રમો યોજાય છે પરંતુ આ વર્ષે પાબંધી હોવાને કારણે શહેરના મોટા મંદિરો બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, વડતાલ હેઠળનું ભૂપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિર, VYO શ્રીનાથધામ હવેલી, ઇસ્કોન મંદિર સહિતના મોટા મંદિરોમાં ધુળેટીની સામૂહિક ઉજવણી નહીં કરાય. ભાવિકોને ગાઈડલાઈન સાથે માત્ર દર્શન કરવાની છૂટ મળશે. મંદિરોમાં કોઈ મોટા ધાર્મિક કાર્યક્રમો કે મેળાવડા નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો