તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હોળાષ્ટક પૂરા:હોળાષ્ટક પૂરા પરંતુ શુભ કાર્યો માટે 22 દી’ રાહ જોવી પડશે

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 20 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત હોવાથી શુભકાર્યને બ્રેક

રવિવારે રાત્રે રાજકોટ સહિત રાજ્યભરમાં હોળી પ્રગટાવ્યા બાદ રાત્રે 12.18 કલાકથી હોળાષ્ટકની પૂર્ણાહુતિ થઇ ગઈ છે, પરંતુ હજુ પણ હોળાષ્ટક પૂર્ણ થવા છતાં લગ્ન, સગાઇ, વાસ્તુ સહિતના શુભ કાર્યો કરવા માટે લોકોને હજુ 20 એપ્રિલ સુધી રાહ જોવી પડશે. કારણ કે, તારીખ 13 માર્ચથી 13 એપ્રિલ સુધી મિનારક કમુરતાં છે અને તારીખ 20 એપ્રિલ સુધી શુક્રનો અસ્ત હોવાને કારણે શુભ કાર્યો કરી શકાતા નથી.

મિનારક કમુરતાં અને શુક્રના અસ્ત બાદ લગ્ન સહિતના શુભકાર્યો માટેનું સૌ પ્રથમ મુહૂર્ત 24 એપ્રિલના રોજ હોવાનું શાસ્ત્રી રાજદીપ જોશી જણાવે છે. હોળાષ્ટક રવિવારે રાત્રે ઉતરી ગયા છે, પરંતુ મીન રાશિના સૂર્યમાં મિનારક કમુરતાં હોવાથી અને ગુરુ-શુક્રનો અસ્ત હોવાથી શુભકાર્યો કરી શકાતા નથી.

24 એપ્રિલથી લગ્ન માટેના મુહૂર્તો શરૂ થશે
24 એપ્રિલથી લગ્ન માટેના મુહૂર્તો શરુ થશે. આખા વર્ષ દરમિયાન મે મહિનામાં સૌથી વધુ 16 મુહૂર્ત લગ્ન માટેના શ્રેષ્ઠ છે. તારીખ 16 ફેબ્રુઆરીએ વસંતપંચમીએ લગ્ન માટેનું શ્રેષ્ઠ વણજોયું મુહૂર્ત હતું. આ ઉપરાંત તારીખ 14મેના રોજ અખાત્રીજનું પણ વણજોયું મુહૂર્ત છે જેમાં સૌથી વધુ લગ્નો થશે.
લગ્ન માટેના શ્રેષ્ઠ મુહૂર્તો
એપ્રિલ: 24, 25, 26, 28, 29, 30
મે : 1, 2, 3, 4, 7, 8, 19, 20, 21, 22, 24, 26, 27, 28, 30, 31
જૂન: 3, 4, 6, 15, 16, 19, 20, 21, 24, 26, 28
જુલાઈ: 1, 2, 3, 4, 13, 15
નવેમ્બર: 16, 20, 21, 22, 26, 28, 29, 30
ડિસેમ્બર: 1, 7, 9, 11, 13, 14

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો