સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક ગેરરીતિ:HOD-સિનિયર ફેકલ્ટીને ઈન્ટરવ્યૂ લેવાના રૂપિયા 3-3 હજાર ચૂકવાશે; કુલપતિએ કહ્યું, ‘દલા તરવાડીની નીતિ વર્ષોથી ચાલી આવે છે’

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ - નીતિન પેથાણીની ફાઇલ તસવીર - Divya Bhaskar
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ - નીતિન પેથાણીની ફાઇલ તસવીર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકબાજુ ભરતી પ્રક્રિયામાં લાગતા વળગતાઓને ગોઠવવાના કાંડની હજુ તપાસ થઇ નથી ત્યાં વધુ એક ગેરરીતિ બહાર આવી છે. જે ભવનમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી કરવાની હતી તે ભવનો પૈકી મોટાભાગના ભવનના વડા અને સિનિયર ફેકલ્ટીએ ભરતીના ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા, સમય આપવા અને ઈન્ટરવ્યૂ લેવાની કામગીરીના ત્રણ-ત્રણ હજાર રૂપિયાના બિલ મૂક્યા છે અને યુનિવર્સિટી પણ ઈન્ટરવ્યૂની પ્રક્રિયામાં ઉપસ્થિત હતા તેવા તમામને ટી.એ સાથે રૂ.300 અને રૂ. 3000 ચૂકવશે.

ત્રણ હજાર રેમ્યુનેશનના પણ ચૂકવાય છેઃ કુલપતિ
આ અંગે કુલપતિએ કહ્યું છે કે, પોતાના જ ભવનમાં પ્રોફેસરની નિમણૂક માટેના ઈન્ટરવ્યૂમાં હાજર રહેવું તે ભવનના વડાનો ફરજનો ભાગ છે પરંતુ વર્ષોથી આવી દલા તરવાડીની નીતિ ચાલી આવે છે.સામાન્ય રીતે અધ્યાપકોની ભરતી પ્રક્રિયા સમયે બહારથી આવતા એક્સપર્ટને યુનિવર્સિટી ટીએ-ડીએની સાથે ત્રણ હજાર રેમ્યુનેશનના ચૂકવે છે. ઈન્ટરવ્યૂની પ્રક્રિયામાં ભવનના વડા, સિન્ડિકેટ સભ્ય, કુલપતિએ નીમેલા સભ્ય, વિષય નિષ્ણાત અને તે ભવનની સિનિયર ફેકલ્ટી ઉપસ્થિત હોય છે.

અનેક ભવનના વડાઓએ બિલ મૂક્યાં
ભવનના વડા અને ત્યાંના જ સિનિયર ફેકલ્ટી પોતાના જ ભવનમાં પ્રોફેસરની કરાર આધારિત નિમણૂક કરવાની હોય ફરજના ભાગ રૂપે ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહે છે છતાં તેમને ત્રણ-ત્રણ હજાર રેમ્યુનેશન ચૂકવાશે. જ્યારે બાકીના નિષ્ણાતો બહાર કે બહારગામથી આવતા હોવાથી તેમને યુનિવર્સિટી ટીએ-ડીએ સાથે રેમ્યુનેશન તરીકે રૂ.3 હજાર ચૂકવાય છે.

યુનિવર્સિટીમાં 27 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર સુધી લેવાયેલા ઈન્ટરવ્યૂમાં હાજર રહેવા બદલ અનેક ભવનના વડાઓએ બિલ મુક્યા છે. એકથી વધુ ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહ્યા હોય તો વધુમાં વધુ 5 હજાર આપવાની જોગવાઈ છે. પરંતુ આ અંગે કુલપતિ ડૉ. નીતિન પેથાણીએ કહ્યું કે, આ કોઈ નવી સિસ્ટમ નથી પરંતુ વર્ષોથી આવી દલા તરવાડીની નીતિ ચાલી આવે છે. ફાઇનાન્સ સહિતની બેઠકમાં આ પ્રકારના ઠરાવો કરી દેવાયા છે અને મંજૂર પણ કરી દેવાયા છે. જે ખરેખર ન હોવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...