રાજકોટમાં સિટી બસના અકસ્માતના LIVE દૃશ્યો:ઓવરટેકની લ્હાયમાં સામે આવતા બુલેટને જોરદાર ટક્કર મારી, ચાલક હવામાં ફંગોળાઇને 7 ફૂટ દૂર પટકાયો

રાજકોટ17 દિવસ પહેલા

રાજકોટમાં વધુ એક વખત સિટીબસ ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક પૂરપાટ ઝડપે જતી સિટી બસે રિક્ષાને ઓવરટેક કરતા સમયે સામેથી આવતા બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. જેમાં બુલેટ ચાલક ફૂટબોલની જેમ ફંગોળાઇને રોડ પર પટાકાયો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટ ચાલકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવીમાં જોવા મળે છે કે, બસની ટક્કરથી બુલેટચાલક ફૂટબોલની જેમ હવામાં ફંગોળાઈને 7 ફૂટ દૂર રોડ પર પકટાઇ છે.

રિક્ષાને ઓવરટેક કરવા જતા બસે સામે આવતા બુલેટચાલકને ટક્કર મારી.
રિક્ષાને ઓવરટેક કરવા જતા બસે સામે આવતા બુલેટચાલકને ટક્કર મારી.

ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા
રાજકોટમાં વારંવાર કોઈને કોઈ વિવાદોના ઘેરામાં સપડાયેલી રહેતી સિટી બસ સેવા ફરી એક વખત વિવાદમાં આવી છે. ફરી એક વખત સિટી બસ ચાલકની બેદરકારીના કારણે વાહન ચાલકને ઇજા પહોંચી છે. શહેરના આનંદ બંગલા ચોક નજીક ગઈકાલે બપોર પછી 3.47 વાગ્યા આસપાસ નવી શરૂ થયેલી ઇલેક્ટ્રિક સિટી બસ ઝડપથી રિક્ષાને ઓવરટેક કરવામાં બુલેટ ચાલકને અડફેટે લીધો હતો. બાદમાં લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.

બસની ટક્કરથી યુવાન હવામાં ફંગોળાયો.
બસની ટક્કરથી યુવાન હવામાં ફંગોળાયો.

બસ રિક્ષાને ઝડપથી ઓવરટેક કરવા જતા અકસ્માત થયો
સીસીટીવી ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ગઈકાલે બપોરના 3.47 વાગ્યા આસપાસ આનંદ બંગલા ચોક નજીક સામાન્ય રીતે વાહનોની અવરજવર ચાલુ છે. આ દરમિયાન ત્યાંથી નવી શરૂ થયેલ ઇલેક્ટ્રિક સિટી બસ એક રિક્ષાને ઝડપથી ઓવરટેક કરવા જાય છે. પરંતુ આ દરમિયાન ઓવરટેક ન થતા એક સામાન્ય બુલેટચાલકને અડફેટે લીધો હતો. જેને ગંભીર ઇજા પહોંચી હતી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બુલેટચાલકને ખાનગી હોસ્પિટલમાં 108 મારફત ખસેડવામાં આવ્યો હતો.

યુવાન ફંગોળાયો.
યુવાન ફંગોળાયો.

અગાઉ સિટી બસના ડ્રાઇવરે યુવતીની છેડતી કરી હતી
બે મહિના પહેલા રાજકોટમાં કોલેજીયન યુવતીની સિટી બસમાં ડ્રાઈવર દ્વારા છેડતી કર્યાની ઘટના સામે આવી હતી. આ મામલે યુવતી રોષે ભરાઈ હતી અને તેણે સરા જાહેર ડ્રાઈવરને તમાચા ઝીંક્યા હતા. જેને પગલે લોકોનું ટોળું એકઠું થયું હતું. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો

યુવાન ફંગોળાઇને રોડ પર પકડાઇ ઢસડાયો.
યુવાન ફંગોળાઇને રોડ પર પકડાઇ ઢસડાયો.

યુવતીએ ડ્રાઇવરને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો
છેડતી કરનાર ડ્રાઈવર રૂમાલથી પોતાનો ચહેરો છૂપાવી રહ્યો હતો. જ્યારે યુવતી અત્યંત રોષે ભરાઈને ડ્રાઇવરને બેફામ ગાળો ભાંડીને તેને તમાચા માર્યા હતા. આ સમયે ડ્રાઈવરની સાથે રહેલા કંડક્ટરે ડ્રાઈવરનો બચાવ કરવાનો નિરર્થક પ્રયાસ કર્યો હતો. છતાં પણ રોષે ભરાયેલી યુવતીએ તેની પાસે જઈને એક બાદ એક તેને તમાચા માર્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો.

યુવાનને ગંભીર ઇજા પહોંચી.
યુવાનને ગંભીર ઇજા પહોંચી.

અગાઉ- સિટી બસના ડ્રાઈવરે વૃદ્ધને ફડાકા માર્યા હતા
નોંધનીય છે કે રાજકોટમાં સિટી બસના ડ્રાઈવર અવારનાર તેમની બેદરકારીના કારણે પોલીસના ચોપડે ચડી ચુક્યા છે. આજથી 10 મહિના પહેલા શહેરના માલવિયા ચોક ખાતે સવારના સમયે સિટી બસચાલક દ્વારા બાઈકચાલક વૃદ્ધને ફડાકા ઝીંકી બેફામ માર મારવામાં આવ્યો હતો. અને રસ્તા વચ્ચે સિટી બસ ઊભી રાખી ટ્રાફિકજામ કરી દીધો હતો. આ સમયે રાજકોટ સિટી બસના ચાલક વિજય કાપડીએ બાઈકચાલક વૃદ્ધને ગાળો ભાંડી ફડાકા ઝીંકી બેફામ માર માર્યો હતો અને જાહેરમાં લુખ્ખાગીરી કરી રોફ જમાવ્યો હતો. જેને પગલે પોલીસે તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

ઘટનાસ્થળે લોકો એકત્ર થઇ ગયા હતા.
ઘટનાસ્થળે લોકો એકત્ર થઇ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...