રાજકોટ ક્રાઇમ ન્યુઝ:અમીન માર્ગ પર પૈસાની લેતી દેતીમાં યુવક પર છરીથી હુમલો, રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા - Divya Bhaskar
રસ્તા પર લોહીના ખાબોચિયા ભરાયા

રાજકોટમાં જાણે ખાખીનો ખોફ જ ન હોય તેમ રોજ બરોજ નજીવી બાબતે છરી વડે હુમલાની ઘટના સામે આવી રહી છે. ત્યારે આજે વધુએક ઘટના સામે આવી છે જેમાંશહેરના અમીન માર્ગ પર સમી સાંજે એક યુવક પર અન્ય બે યુવકો દ્વારા છરી વડે હુમલો કરવામાંઆવ્યો છે જેમાં ગંભીર ઇજા પહોંચતા ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડી હુમલાખોર બન્ને શખ્સોને સકંજામાં લઇ માલવિયાનગરપોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં રૂપિયાની લેતીદેતી મામલે યુવક પર છરી વડે હુમલો થયો હોવાનું માનવામાંઆવી રહ્યું છે. ત્યારે હાલ પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

અજાણ્યા વાહનની ઠોકરે ગૌતમ રજપૂતનું મોત

ગોંડલ રોડ પર પરીન ફર્નિચર નજીક બાઇકને અજાણ્‍યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બે યુવાનને ઇજા થતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ એકનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું હતું. શહેરના કોઠારીયા સોલવન્‍ટ શિતળા માતાના મંદિર પાસે રહેતો ગૌતમ રાકેશભાઇ રજપૂત (ઉ.વ.19) અને બીટુ અરવિંદભાઇ (ઉ.વ.23) બાઇકમાં બેસીને ગોંડલ રોડ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે પરીન ફર્નિચર નજીક અજાણ્‍યો વાહનચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બંનેને ઇજાઓ થતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ગૌતમે દમ તોડી દીધો હતો. તે કારખાનામાં મજૂરી કરતો હતો અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી કર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં પોલીસે 2 ચોરોની અટકાયત કરી, 12 બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો
જેતપુર શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલ ગણેશ નગરમાં 30 એપ્રિલના રોજ થયેલ ચોરીના ગુનામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. રહેણાંક મકાનમાં 57,000 રોકડ તેમજ મોટરસાયકલની ચોરી ઉપલેટાના રવિ સોલંકીએ કરી હોવાની બાતમી મળતા પોલીસે તેની અટકાયત કરી પુછપરછ કરતા તેને ચોરી અંગે કબૂલાત આપી હતી જેમાં તેની સાથે ચોરીમાં તેનો મિત્ર જેતપુરનો જ રહેવાસી રવિ સોલંકીનું નામ આપતા પોલીસે તેની પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપીનીની પુછપરછ કરી મુદામાલ રિકવર કરવા આગવી ઢબે પુછપરછ કરતા અલગ અલગ જગ્યાએથી કુલ 12 મોટરસાયકલ મળી આવ્યા હતા જે તમામ તેમને રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તરમાંથી ચોરી કર્યા અંગે કબૂલાત આપી છે.

12 ચોરાઉ બાઇક સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી
12 ચોરાઉ બાઇક સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી

ચુંદડીનો છેડો બાઇકના પાછલા વ્‍હીલમાં ફસાતાં પરણિતાનું મોત
શહેરના નાના મવા આંબેડકરનગરમાં રહેતાં કેશુબેન આલાભાઇ પાતર (ઉ.વ.50) સવારે પતિ સાથે કડીયા કામે જવા તેમના બાઇક પાછળ બેસીને જતાં હતાં ત્‍યારે માધાપર ચોકડી ઓવર બ્રીજ ઉપર પહોંચતા ચુંદડીનો છેડો બાઇકના પાછલા વ્‍હીલમાં ફસાતાં કેશુબેન ખેંચાઇની નીચે પટકાતાં ગંભીર ઇજા થતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્‍યાનું તબિબે જાહેર કરતાં ગમગીની છવાઇ ગઇ હતી. મૃત્‍યુ પામનાર કેશુબેનને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર હોવાનું સામે આવ્યું છે. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા. પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.