અકસ્માત:જસદણના આટકોટ રોડ પર હિટ એન્ડ રન, બે યુવતીઓને ઠોકર મારી કારચાલક ફરાર

જસદણએક મહિનો પહેલા
  • ચાલક નાસી જતા સેવાભાવીઓએ બન્નેને સારવારમાં ખસેડી

જસદણમાં આટકોટ રોડ બાયપાસ સર્કલ પાસે આવેલી પાનેતર હોટલ સામે સાંજના સુમારે જ ડાયમંડના કારખાનામાં મજૂરીકામ કરી પગપાળા ઘરે જતી બે યુવતીઓને એક અજાણ્યા કાર ચાલકે ફૂટબોલની માફક હડફેટે લેતા બન્ને યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

માથાના ભાગે ઈજાઓ પહોંચી
આ અકસ્માતની ઘટના બનતા સેવાભાવી લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત બન્ને યુવતીને સારવાર અર્થે ખસેડી હતી.જેમાં એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. જ્યારે બીજી યુવતીને ફ્રેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ
એક યુવતીને માથાના ભાગે ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ

અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ
જોકે આ અકસ્માતની સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ જતા જસદણ પોલીસે CCTV ફુટેજના આધારે અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી હતી.

(દિપક રવિયા,જસદણ )