સૌરાષ્ટ્રવાસીઓ આનંદો:હીરાસર એરપોર્ટનું રનવેનું કામ 90% પૂર્ણ, બાઉન્ડ્રી હોલ સંપૂર્ણ તૈયાર, ઓગસ્ટ 2022માં પ્રથમ ફ્લાઈટ ટેક ઓફ કરવા તરફ

રાજકોટ6 મહિનો પહેલા
એરપોર્ટની રન વેની કામગીરી લગભગ પૂર્ણ
  • 1030 હેક્ટર જમીનમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વે માટે વોંકળા પર બોકસ કન્વર્ટરની કામગીરી હાલ અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે
  • આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે પ્રિફેબ્રીકેટેડ ટર્મિનલ ઓરિસ્સાથી લાવવામાં આવશે
  • પ્રિફેબ્રીકેટેડ ટર્મિનલ ઓરિસ્સાથી લવાયા બાદ એક માસમાં જ આ ટર્મિનલ બેસાડવાની કામગીરી શરુ કરવામાં આવશે

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસને નવી દિશા આપતા હિરાસર આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટની કામગીરીને ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. જેમાં આગામી એક માસમાં એરપોર્ટનાં ટેમ્પરરી ટર્મીનલનું કામ પણ શરુ કરી દેવાશે. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની રન વેની કામગીરી લગભગ પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશકુમાર બાબુએ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશકુમાર બાબુ
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશકુમાર બાબુ
1030 હેક્ટર જમીનમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ
1030 હેક્ટર જમીનમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ

15 ઓગસ્ટ 2022થી એરપોર્ટ તૈયાર
આ અંગે વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ કન્વર્ટર બોક્ષની કામગીરીને આગળ ધપાવવામાં આવી રહી છે. તેમજ આગામી 15 ઓગસ્ટ 2022થી આંતરાષ્ટ્રીય એરપોર્ટ ફલાાઈટોના ઉડાન માટે પૂર્ણપણે તૈયાર થઇ જશે. 1030 હેક્ટર જમીનમાં ફેલાયેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના રન-વે માટે બોકસ કન્વર્ટરની કામગીરીને હાલ અગ્રતાના ધોરણે હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ફાયર સ્ટેશનની કામગીરી તેમજ એરપોર્ટની બાઉન્ડ્રી વોલની કામગીરીને પણ અગ્રતાના ધોરણે ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે.

નવા એરપોર્ટની ડિઝાઇન
નવા એરપોર્ટની ડિઝાઇન

આવનારા દિવસોમાં ઓવર બ્રિજ બનશે
વધુમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, ટ્રેક સિસ્ટમની ચકાસણીની કામગીરી હાલ ચાલી રહી છે. રન વે સિવાય પરમેનન્ટ ટર્મિનલ ઊભું કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ ફ્લાઇટ ટેસ્ટિંગ માટેની કામગીરી ચાલી રહી છે. જે બાબતે સરકાર સાથે વાતચીત પણ ચાલી રહી છે. વરસાદી પાણી નિકાલ બાબતે પણ કામગીરી ચાલી રહી છે. તો સાથો સાથ મોબાઈલ ટાવરને દુર કરવાની કામગીરી ચાલી રહી છે. તેમજ રાજકોટ અમદાવાદ હાઇવેથી એરપોર્ટ સુધીના એપ્રોચ રોડની કામગીરી પણ ચાલી રહી છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર હિરાસર એરપોર્ટ નજીક આવનારા દિવસોમાં ઓવર બ્રિજ બનાવવાની કામગીરી કરવામાં આવશે.

સાત કિલોમીટર લાંબી બાઉન્ડરી વોલ
સાત કિલોમીટર લાંબી બાઉન્ડરી વોલ

ફલાઇટોના ઉડાન માટે તૈયાર
ઉલ્લેખનીય છે કે, આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે પ્રિફેબ્રીકેટેડ ટર્મિનલ ઓરિસ્સાથી લાવવામાં આવનાર છે. જ્યારે જરુરી એવો એટીસી ટાવર કુષિનગરથી હીરાસર એરપોર્ટમાં લવાશે. આ એરપોર્ટનું ખાતમુર્હુત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવેલ હતું. જે બાદ આ એરપોર્ટની કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે વહીવટી તંત્રે કમર કસી દીધી છે. પાર્કિંગ, ટેક્સી ટ્રેકની કામગીરી પણ 100 ટકા પરિપૂર્ણ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એરપોર્ટમાં ટેમ્પરરી પ્રિફેબ્રીકેટેડ ટર્મિનલ ઉભુ કરી આ એરપોર્ટને ઓગસ્ટ-2022થી ફલાઇટોના ઉડાન માટે તૈયાર કરી દેવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...