તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hide Some Of The Truth, 24 Died Yesterday, 31 Patients Died Today While Only 5 Died In Government Books, 53 Were Cremated In The Cemetery As Per The Guideline.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રાજકોટ LIVE:રાજકોટમાં આજે રકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા, 24 કલાકમાં 31ના મોત, કોરોનાની સમીક્ષા કરવા કાલે CM રૂપાણી આવશે

રાજકોટએક મહિનો પહેલા
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નના શિકાર બન્યા પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી
  • મોતનો આંક વધતા ઇલેટ્રિક સ્મશાનમાં વેઇટિંગના કારણે લાકડાથી અંતિમ સંસ્કાર કરી શકાશે
  • રાજકોટમાં 2089 દર્દી સારવાર હેઠળ, 201 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ અપાયો

રાજકોટમાં કોરોના કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યામાં પણ જેટ ગતિએ વધારો નોંધાઇ રહ્યો છે. હોસ્પિટલોમાં દર એક કલાકે એક દર્દીનું મોત નીપજી રહ્યું છે. પણ તંત્ર દ્વારા સત્ય છૂપાવવાની કોશિષ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે શહેરમાં 24 દર્દીના મોત અને આજે 31 દર્દીઓના મોત નિપજ્યા છે, જયારે સરકારી ચોપડે માત્ર 5 દર્દીઓના મૃત્યુ થયાનું નોંધવામાં આવ્યા છે. આજે શહેરમાં રેકોર્ડબ્રેક 427 કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 21429પર પહોંચી છે. ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમજ તેના પરિવારમાં બીજા બે સભ્યનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાની વધતી સ્થિતિને લઇ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટ આવશે, કલેક્ટર, મ્યુ.કમિશનર સાથે કોરોના સંદર્ભે બેઠક કરશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 5 દિવસની રજા
કોરોનાની ચેઇન તોડવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો છે. સોમવારની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રજા રખાશે. શનિ-રવિ રજા છે, તેમજ મંગળ અને બુધવારે પણ જાહેર રજા છે. આથી સોમવારની રજા રાખી 5 દિવસ સુધીની રજા રાખવાનો નિર્ણય લીધો છે. આગામી 10 એપ્રિલથી 14 એપ્રિલ સુધી બંધ યુનિવર્સિટી રહેશે.

કોરોનાની ફેમિલી બન્ચિંગ પેટર્નના શિકાર બન્યા પૂર્વ મેયર અને પૂર્વ ડેપ્યુટી
રાજકોટમાં અગાઉના બે રાઉન્ડમાં કોરોનાના પોઝિટિવ કેસ મળ્યા હોય તે પરિવારમાં ટેસ્ટ કરવામાં આવે તો એવું બનતું કે અન્ય કોઈ સભ્યોને કોરોના પોઝિટિવ ન હોય. પરંતુ હાલના ત્રીજા રાઉન્ડમાં રાજકોટ શહેરમાં કોરોનાએ ‘ફેમિલી બન્ચિંગ પેટર્ન’થી પૂરપાટ ઝડપ પકડી હોવાનું મહાપાલિકાના ગ્રાઉન્ડ ઝીરો લેવલે કામ કરતાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના ધ્યાન પર આવ્યું છે. તાજેતરમાં ચાલુ મહિનામાં જ એવા 30 કિસ્સા ધ્યાને આવ્યા છે કે જેમાં સમગ્ર પરિવારના તમામ સભ્યો એક સાથે કોરોના પોઝિટિવ આવ્યા હોય! કોરોનાની આ નવી પેટર્નથી રાજકોટ ભાજપના મેયર સંધ્યાબેન વ્યાસનો સમગ્ર પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો છે. હાલ તેઓ પરિવાર સાથે હોમ આઇસોલેટ થયા છે. આ ઉપરાંત ભાજપના પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભ દૂધાત્રા પણ કોરોના કોરોના સંક્રમિત થતા હોસ્પિટલમાં દાખલ થયા છે.

માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનને લઇ મિટિંગ યોજાઇ
રાજકોટ શહેરમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિને નજર સમક્ષ રાખી સંક્રમણ ફેલાતું અટકાવવા અને સંક્રમણની ચેઈન તોડવાના પ્રયાસોના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા અને શહેર પોલીસ દ્વારા માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન બનાવવા અને તેને આનુસાંગિક આવશ્યક કામગીરી અનુસંધાને જરૂરી ચર્ચા વિચારણા કરવા માટે આજે સેન્ટ્રલ ઝોન કચેરી ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને એક ખાસ મિટિંગ યોજાઈ હતી.

મેયર, મનપા કમિશનર કોવિડ સેન્ટરની મુલાકાતે
રાજકોટ શહેરમાં કોરોનાનાં કેસ વધી રહ્યા છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકા જુદા જુદા પગલાઓ લઇ રહી છે. વધતા જતા કેસોને ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકાનાં વોર્ડ નં.10માં આવેલા અમુત ઘાયલ કોમ્યુનિટી હોલમાં કોવિડ સેન્ટરની આજે સ્થળ મુલાકાત લેતા મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, આરોગ્ય કમિટી ચેરમેન રાજેશ્વરીબેન ડોડીયા, સિટી એન્જી. ગોહિલ, ચીફ ફાયર ઓફિસર ખેર વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.

રાજકોટના સ્મશાન અને કબ્રસ્તાનમાં કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી
રાજકોટના સ્મશાનમાં કોવીડથી મૃત્યુ પામેલા દર્દીઓની અંતિમવિધિના આંકડા તપાસતા ભારે વિસંગતતા જોવા મળી છે, જે મુજબ ગઈકાલે રાજકોટના સ્મશાન અને કબ્રસ્તાનમાં કુલ 53 અંતિમવિધિ કોરોના ગાઈડલાઈન મુજબ કરવામાં આવી છે, જેમાં બાપુનગર સ્મશાનમાં 18, મોટા મોવા સ્મશાનમાં 12,મવડી સ્મશાનમાં 11, રામનાથપરા સ્મશાનમાં 9, અને કબ્રસ્તાનમાં કોરોના ગાઈડલાઈન મુજબ 3 અંતિમવિધિ કરવામાં આવી છે. જોકે આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. પરંતુ તંત્રની આંકડાની માયાજાળ અહીં સ્પષ્ટપણે જોવા મળે છે.હાલ તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી મોતનો આંક વધતા ઇલેટ્રિક સ્મશાનમાં મૃતકના પરિવારજનોએ વેઇટિંગમાં રહેવું પડે છે, જેના કારણે મૃતકના પરિવારજનોને લાકડા થી અંતિમ સંસ્કાર કરવાની પરવાનગી આપવામાં આવી છે

રાજકોટમાં ઓક્સિજનની જરૂરિયાતવાળા 230 દર્દીઓની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટરમાં સારવાર
રાજકોટ શહેર તથા જિલ્લામાં ઓક્સિજનની જરૂરિયાતવાળા કુલ 230 દર્દીની ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર સેન્ટર અને કોવિડ કેર સેન્ટર ખાતે સારવાર કરવામાં આવી રહી છે. રાજ્ય સરકારના અને રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્સર હોસ્પિટલ ખાતે ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ ચલાવવામાં આવી રહ્યું છે. અહીં ઓક્સિજનની જરૂરિયાતવાળા 177 દર્દીઓ અને ઓક્સિજનની જરૂરિયાત ન હોય તેવા 15 દર્દીઓની સમાવેશ ક્ષમતા છે. આ યુનિટ ખાતે પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવે છે. અહીં હાલ 180 દર્દીઓને કોરોનાની સારવાર અપાઇ રહી છે, તેમ ડો. ઇલ્યાસ જુણેજાએ જણાવ્યું હતું.

સમરસ હોસ્ટેલમાં 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ
જ્યારે સમરસ હોસ્ટેલ ખાતે કોરોનાની સારવાર માટે બે સરકારી એકમો કાર્યરત કરાયા છે. ડેડિકેટેડ કોરોના હેલ્થ કેર યુનિટ અને કોવિડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે હાલ બે માળ પર મળીને કુલ 124 ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓ માટે બેડ ઉપલબ્ધ છે, જે પૈકી પંડિત દીનદયાળ હોસ્પિટલ ખાતેથી ભલામણ કરાયેલા 50 દર્દીઓને કોરોનાની સારવાર આપવામાં આવી રહી છે. બે દિવસમાં સમરસ હોસ્ટેલ ખાતે વધારાના બે માળ પર અન્ય 112 દર્દીઓ માટે ઓક્સિજનસભર બેડની સુવિધા પ્રાપ્ત થઇ શકશે. આથી અહીં કુલ 236 ઓક્સિજનવાળા બેડ ઉપલબ્ધ થઇ શકશે તેમ ડો. મેહુલ પરમારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

વધુ વાંચો