• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Hey Tantra, If You Wear The Glasses Of Truth, You Will See Pits, Even If 3 Thousand Pits Are Dug Twice In 3 Months, You Will Have To Dig Pits Till Diwali.

ગાંધીગીરી:હે તંત્ર સત્યના ચશ્મા પહેરો તો દેખાશે ખાડા, 3 મહિનામાં 2 વાર 3 હજાર ખાડા બૂર્યા છતાં દિવાળી સુધી ખાડા ખમવા પડશે

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેરના માર્ગો હાલ જર્જરિત છે. એક તરફ લોકો કમ્મરતોડ ખાડાઓથી પરેશાન છે ત્યારે બીજી બાજુ મનપા રાત-દિવસ ખાડા બુરાઈ રહ્યા છે તેવો દાવો કરી રહી છે. તેની સાબિતી સ્થળ પર તો મળવી મુશ્કેલ છે પણ મનપામાં મુકાતા બિલમાંથી મળી જાય છે. રાજકોટમાં આ વર્ષે એક જ વિસ્તારમાં એક જ રોડ પરના ખાડા 3-3 વખત બુરાયા હોવાનું સામે આવ્યુ઼ છે. આ વર્ષે ઓગસ્ટ માસમાં એટલે કે ચોમાસાની શરૂઆતમાં રોડ પર 1202 ખાડા પડ્યા હતા તે બૂરવામાં 63.7 લાખનો ખર્ચ થયો હતો.

આ ખર્ચ કરાયા બાદ 13 સપ્ટેમ્બરે વરસાદ આવ્યો હતો અને ત્યારબાદ રોડ જર્જરિત થયા હતા અને રાતોરાત કામ ચાલુ કરાયું હતું અને સરવે કરાયો હતો જેમાં સામે આવ્યું હતુ઼ કે મનપાના 913 રોડમાંથી 11865 ચો. મીટર રોડ ખરાબ થયો હતો તે પૈકી 2546 ચો. મીટર ગેરંટીવાળા રોડ હતા જેમાં મનપાને ખર્ચ થયો નથી જ્યારે બાકીમાં કામ થઈ ગયું હોવાનું જાહેર કરાયું હતું. ગુલાબ વાવાઝોડાની અસરને કારણે વરસાદ આવ્યો હતો.

ત્યારે વળી મનપાએ જાહેર કર્યું છે કે જેટલા રોડ પર મેટલ મોરમ નાખી હતી તે ધોવાઈ ગઈ છે અને ફરીથી કામ ચાલુ કરવું પડશે. એટલે કે ફરીથી આ બધાના બિલ બનશે. રાજકોટ મનપા કોન્ટ્રાક્ટરોને એક ચોરસ મીટરનો ખાડો હોય તેમાં મેટલ મોરમના જ 130થી 135 રૂપિયા ચૂકવે છે પણ એક વખત નહીં આ રીતે બેથી ત્રણ વખત ચૂકવણી થાય છે તેથી એક ચો.મી. રસ્તો રિપેર થવાનો ખર્ચ 300થી 400 રૂપિયામાં પડી રહ્યો છે.

દર વર્ષે વરસાદમાં મોરમ ધોવાઈ જાય છે છતાં એક જ પધ્ધતિથી કામ કરીને મોટા બિલ બનાવે છે તંત્ર

13 સપ્ટેમ્બરે વરસાદ પડ્યો ત્યારે આ સ્થળોએ ખાડા પડ્યા

ઈસ્ટઝોન : કુવાડવા રોડ, પેડક રોડ, સંતકબીર રોડ, વેકરિયા રોડ, મણીનગર મેઈન રોડ, વ્રજભૂમિ માલધારી મેઈન રોડ, મંછાનગર, ચુનારાવાડ મેઈન રોડ, કોઠારિયા રોડ, સ્વાતિ 80 ફૂટ રોડ.

સેન્ટ્રલઝોન : મનહર પ્લોટ-10, હાથીખાના-2, કુંભારવાડા-9, ઘનશ્યામનગરથી નંદાહોલ, ગોંડલ રોડ, રાજકમલ પેટ્રોલ પંપ પાસે, રૂખડિયાપરા મેઈન રોડ, દાણાપીઠ મેઈન રોડ, મોચીબજાર મેઈન રોડ.

વેસ્ટઝોન : રામાપીર ચોકડીથી શિતલ પાર્ક, રૈયાધાર રોડ, નાગેશ્વર મેઈન રોડ, વિદ્યાકુંજ રોડ, રાજનગર સોસાયટી, અનુપમા સોસાયટી, સહકારનગર, સૌરભ બંગલો મેઈન રોડ, રૈયા ગામથી બીજા રીંગ રોડ સુધીનો મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, વિમલનગર મેઈન રોડ, રૈયા ચોકડીથી કે.કે.વી. ચોક, સ્પીડવેલ ચોકથી જેટકો ચોકડીથી વગડ ચોકડી મેઈન રોડ, ગોવિંદરત્ન આવાસવાળો રોડ, માયાણી આવાસ યોજનાવાળો રોડ, મવડી રોડ, પુનિતનગર નગર, 80 ફૂટ રોડ, ગોકુલધામ મેઈન રોડ, અંકુરનગર મેઈન રોડ

ગુલાબ વાવાઝોડા બાદ અહીં ખાડા બુર્યાનો દાવો

સેન્ટ્રલ ઝોન: વોર્ડ નં. 2માં ગાંધીજીના સ્ટેચ્યૂની સામેનો વિસ્તાર, વોર્ડ નં. 3માં મોચી બજાર, કોર્ટ ચોક, વોર્ડ 7માં સોની બજારના વિસ્તારો, વોર્ડ નં. 17માં સુભાષનગર, વોર્ડ નં. 14માં 80 ફૂટ રોડ

વેસ્ટ ઝોન : વોર્ડ નં. 1ના દ્વારકેશ પાર્કથી સોપાન હાઇટસ સુધીનો ડ્રીમ સિટીવાળો રોડ, રામાપીરચોકથી રૈયાધાર, રામાપીર ચોકથી રૈયાધાર, લાખના બંગલાવાળો રોડ, પ્રજાપતિ વાડી સામે, વોર્ડ નં. 8માં નાનામવા ચોક, વેસ્‍ટ ઝોન ઓફિસવાળો રોડ, અક્ષર માર્ગ-પંચવટી હોલવાળો રોડ, વોર્ડ નં. 9માં રૈયા મેઇન રોડ, સાધુ વાસવાણી રોડ, વોર્ડ નં. 10માં તોરલ પાર્ક મેઇન રોડ, બી.ટી.સવાણી હોસ્‍પિ.વાળો રોડ, પ્રદ્યુમન ટાવર્સ ટી.પી. રોડ, પોસ્‍ટ ઓફિસ જૂનો યુનિ. રોડ, રૈયા ટેલિફોન એક્સ., ઇન્‍દિરા સર્કલ, નવો યુનિ. રોડ-સેન્‍ટમેરી સ્‍કુલ પાસે, વોર્ડ નં. 11માં વગડ ચોકથી સગુન ચોક સુધી, સ્‍પીડવેલ ચોકથી જેટકો ચોક સુધી, ભીમનગર ચોકથી અંબિકા બ્રીજ, સિલ્‍વર ગોલ્‍ડ રેસી.વાળો રોડ, નાનામવા સર્કલ પાસે, મવડી ચોકડી, ઉદયનગર, 150 ફુટ રીંગ રોડ - આર.કે.પ્રાઇમ પાસે, વોર્ડ નં. 12માં મવડી મેઇન રોડથી હરિદ્વાર સોસા. એપ્રોચ

ઈસ્ટ ઝોન : આજી GIDCના મુખ્ય માર્ગો, વોર્ડ નં. 18માં કોઠારીયા વિસ્તારના વિવિધ વિસ્તારો, વોર્ડ નં. 4 રાધા-મીરા રોડ.

દિવાળીએ ડામર પ્લાન્ટ શરૂ થશે પછી 24 કલાક કામ થશે
અત્યારે મેટલ અને મોરમ બિછાવાઈ રહી છે પણ વરસાદ આવે એટલે ધોવાઈ જાય છે. પાકુ રિપેરિંગ ડામર પાથર્યા બાદ થાય પણ ચોમાસામાં ડામરના પ્લાન્ટ બંધ હોય છે. દિવાળી સુધીમાં આ પ્લાન્ટ શરૂ થવા લાગશે અને ત્યારબાદ રાત-દિવસ કામ થશે અને તમામ ખાડાઓમાં મેટલ મોરમ બાદ ડામર પાથરી દેવાશે. - અમિત અરોરા, મ્યુનિસિપલ કમિશનર

અન્ય સમાચારો પણ છે...