વ્યાજખોરોની ખેર નહીં:રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની વ્યાજખોરોના ચૂંગાલમાં ફસાયા હોવ તો હેલ્પલાઇન નં. 70168-08244 ફોન કરવા અપીલ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચની ફાઈલ તસવીર.
  • હેલ્પલાઇન નંબર પર અરજી મોકલી શકાશે, ત્વરિત નિકાલ કરી વ્યાજખોરોની સામે કડક કાર્યવાહી કરાશે

રાજકોટ શહેરમાં વધતા જતી વ્યાજખોરીને ડામવા માટે નવનિયુક્ત DCP પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા ખાસ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. રાજકોટ ડીસીપી ક્રાઇમ દ્વારા મોબાઇલ નંબર 7016808244 જાહેર કરવામાં આવ્યો છે. જેમાં નામ નંબર સાથે અરજદાર અરજી કરી શકાશે અથવા ડીસીપી ક્રાઇમ ઓફિસ ખાતે સવારે 11થી 1 વાગ્યા સુધી રૂબરૂ મળી અરજી આપી શકાશે. જે અરજીનો ત્વરિત નિકાલ કરી વ્યાજખોરોની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં વ્યાજખોરીનું પ્રમાણ વધતું જાય છે
છેલ્લા કેટલાક સમયથી રાજકોટમાં વ્યાજખોરીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ શહરેમાં રહેતા ઘણા નાગરિકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા શખસો પાસેથી વ્યાજે રૂપિયા લેતા હોય છે. આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનાર શખસો ઉંચા વ્યાજે રૂપિયા આપતા હોય છે અને ભોગ બનનારની માલ મિલકતો ગેરકાયદેસર રીતે રાખી લેતા હોય છે અથવા લખાવી લેતા હોય છે. બાદમાં ભોગ બનનાર વ્યક્તિ ઉંચું વ્યાજ ચૂકવતો રહે છે. જેમાં મુદલ રકમ કરતા ઘણી બધી વધુ રકમ ચૂકવવા છતાં આવી પ્રવૃત્તિ આચરનાર શખસો દ્વારા ભોગ બનનાર વ્યક્તિ પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. જેના પરિણામે ભોગ બનનાર તથા તેના કુટુંબીજનોની પાયમાલી સર્જાતી હોય છે. જે એક વ્યક્તિને નહીં પરંતુ એક પૂરા કુટુંબને અસર કરતી રહે છે.

અરજીમાં અરજદારે પોતાનો મોબાઇલ નબંર અવશ્ય દર્શાવવાનો રહેશે
વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા રાજકોટ શહેર પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે સૂચના અન્વયે નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ)ની કચેરી દ્વારા વ્યાજખોરો અંગે એક હેલ્પલાઇન નંબર 7016808244 કે જેમાં વ્યાજખોરીને લગતી કોઇપણ પ્રકારની તકલીફો કે ફરિયાદ હોય તો વોટ્સએપ દ્વારા અરજી મોકલી શકાશે. આ અરજીમાં અરજદારે પોતાનો મોબાઇલ નબંર અવશ્ય દર્શાવવાનો રહેશે અથવા નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ)ની કચેરી રાજકોટ ખાતે જાહેર રજાના દિવસો સિવાય બપોરે 11થી 1 વાગ્યા દરમિયાન રૂબરૂ આવી પોતાની રજૂઆત કરી શકશે. રાજકોટ શહેરના નાગરિકોની કોઇપણ ફરિયાદ અરજીનો સમયસર નિરાકરણ કરી અને તેઓને ન્યાય અપાવવા માટે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.