સાયબર ક્રાઈમ:'હલ્લો ! મારૂ સ્પા છે, તમારે જોબ કરવી છે' લખી અજાણયા શખ્સે યુવતીને મેસેજ કર્યો, યુવતીએ આકરો જવાબ દેતા રીપ્લાયમાં બિભત્સ ફોટા મળ્યા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી અટકાયત કરી
  • પોલીસ તપાસમાં યુવતીના પરીચીત યુવકે આ કૃત્ય આચર્યાનું ખુલ્યું

ટેક્નોલોજીના યુગમાં આજે બધું ડિજિટલ થઈ ગયું છે, ત્યારે ગુનેગારો પણ ડિજિટલ થયા છે અને ડિજિટલ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ત્યારે રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર 'હલ્લો ! મારૂ સ્પા છે, તમારે જોબ કરવી છે' લખી અજાણયા શખ્સ દ્વારા યુવતીની પજવણી કરવામાં આવી હતી. જેને પગલે યુવતીએ રોષે ભરાઈને અજાણયા શખ્સને આકરો જવાબ દેતા રીપ્લાયમાં બિભત્સ ફોટા મળ્યા હતા. આ અંગે તેણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ દાખલ કરવી હતી. આ અંગે તપાસ કરતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં યુવતીના પરીચીત યુવકે આ કૃત્ય આચર્યાનું ખુલ્યું
આ મુદ્દે ભોગ બનનાર યુવતીએ પોલીસને જણાવ્યું કે. ગત તારીખ 6 સપ્ટેમ્બરના રોજ બપોરે તે પોતાની ઓફિસે હતી ત્યારે એક અજાણ્યા નંબર ઉપરથી એવો મેસેજ આવ્યો હતો કે, 'તમે કોણ બોય કે ગર્લ ?, મારૂ રાજકોટમાં સ્પા છે. તમારે તેમાં જોબ કરવી છે ? રોજના રૂપિયા 6000 થી 7000 આપીશ.પરિણામે ભોગ બનનારે સ્વાભાવિક રીતે જ આકરો રીપ્લાય આપતા તે જ નંબર પરથી સોશિયલ મીડિયા પર તેને બિભત્સ મેસેજ અને ફોટોગ્રાફસ મોકલવાનું શરૂ થઈ ગયું હતું. આખરે ભોગ બનનારે તેના મંગેતર અને પરીવારજનોને માહિતગાર કર્યા બાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી આપી હતી. જેના આધારે પોલીસે તપાસ આગળ ધપાવી આરોપી સાવનની ઓળખ મેળવી તેના વિરૂધ્ધ આજે ગુનો દાખલ કરી અટકાયત કરી હતી.

રસ્તા પરથી સીમકાર્ડ મળ્યા આરોપીને આ કીમિયો સુજ્યો
પોલીસ તપાસમાં એવી માહિતી બહાર આવી છે કે ભોગ બનનાર આરોપી સાવન તેની ફ્રેન્ડનો ફ્રેન્ડ હોવાથી છેલ્લા ચારેક વર્ષથી તેને ઓળખે છે. એટલુ જ નહી એક વખતે તેને ઇન્સ્યોરન્સ માટે કોલ પણ કર્યો હતો. જેથી આરોપીનો નંબર ભોગ બનનાર પાસે હતો. પરંતુ આરોપી નવા નંબર ઉપરથી મેસેજ કરતો હોવાથી ભોગ બનનાર તેને ઓળખી શકી ન હતી. આરોપીએ એક સીમકાર્ડ રસ્તા પરથી મળતા તેના નંબરનું સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવી ભોગ બનનારને મેસેજ કરી હેરાન કરવાનું શરૂ કર્યું હતું. આરોપી કારખાનામાં કામ કરે છે. તેમ પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...