સેલિબ્રિટિની દિવાળી:રાજકોટમાં હેલ્લારો ફેમ શ્રદ્ધા ડાંગરે પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કરી, કહ્યું : મને દિવાળીમાં થતી રોશની બહુ જ ગમે છે

રાજકોટએક મહિનો પહેલા
દિવાળીના પર્વને અનુલક્ષીને રંગોળી કરી 
  • રંગોળી કરી દીપ પ્રગટાવ્યો,મિત્રો સાથે ફટાકડા ફોડી દિવાળીના પર્વને માણ્યું

રાજકોટ હાલ દિપાવલીની હર્ષોલ્લાસ સાથે ઊજવણી થઈ રહી છે. ઝગમગતી રોશની, ફટાકડાની આતશબાજી અને માવા મીઠાઇ સાથે લોકોએ મોજથી દિવાળી ઊજવી રહ્યા છે ત્યારે સેલિબ્રિટિસ કેમ પાછળ રહી જાય. રાજકોટમાં હાલ હેલ્લારો ફેમ શ્રદ્ધા ડાંગરે પરિવારજનો સાથે દિવાળીની ઉજવણી કટી હતી. જ્યાં તેમણે પોતાના ઘરે રંગોળી કરી દીપ પ્રગટાવી મિત્રો સાથે ફટાકડા ફોડી દિવાળીના પર્વને માણ્યું હતું અને મીડિયાને જણાવ્યું હતું કે, મને દિવાળીમાં થતી રોશની બહુ જ ગમે છે.

મિત્રો સાથે ફટાકડા ફોડ્યા
મિત્રો સાથે ફટાકડા ફોડ્યા
દિવાળીના પર્વને અનુલક્ષીને રંગોળી કરી
દિવાળીના પર્વને અનુલક્ષીને રંગોળી કરી

દિવાળીનો આનંદ બમણો થઈ જાય છે : શ્રદ્ધા ડાંગર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હું દર વર્ષે મારા પરિવાર સાથે દિવાળી સેલિબ્રેટ કરૂ છું. હું સામાન્ય રીતે દિવાળી રાજકોટમાં જ માનવું છું બીજે ક્યાંય ફરવા જતી નથી. મને દિવાળીમાં થતી રોશની બહુ જ ગમે છે અને આ રોશનીથી તહેવારમાં એક અલગ જ પ્રકારની એનર્જીનો અનુભવ થાય છે. દિવાળીનો સમય જ એવો હોય છે કે જ્યારે બધા પોતાના વ્યસ્ત શિડયુલમાંથી સમય કાઢી પરિવારના સભ્યોને મળતા હોય છે. તેથી દિવાળી અમે પરિવાર સાથે જ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. અમારા પરિવારમાં નિયમ છે કે અમે ક્યારેય બહારથી મીઠાઇ લાવતા નથી બધાં ભેગા મળીને ઘરે જ મીઠાઇ બનાવીએ છીએ. અમારી સોસાયટીમાં પણ લોકોને એકબીજા સાથે જ ખૂબ જ આત્મીયતા ધરાવે છે અને બધાં સાથે જ તહેવારની ઉજવણી કરે છે જેથી દિવાળીનો આનંદ બમણો થઈ જાય છે.

એક-બીજાના મોં મીઠા કરાવ્યા
એક-બીજાના મોં મીઠા કરાવ્યા

શ્રદ્ધા ડાંગરને હેલ્લારોરો ફિલ્મથી પ્રસિદ્ધિ મળી
રાજકોટમાં જન્મેલી અને ઢોલીવુડ એટલે કે ગુજરાતી ફિલ્મોમાં પ્રસિદ્ધિ પ્રાપ્ત કરનાર શ્રદ્ધા ડાંગરને નેશનલ એવોર્ડ વિનર ફિલ્મ હેલ્લારોથી પ્રસિદ્ધિ મળી હતી. પોતાના આ અનુભવ અંગે તેમણે જણાવ્યું હતું કે,જ્યારે એક્ટ્રેસ બનવાનું નક્કી કર્યું ત્યારે પરિવારે વિરોધ કર્યો નહોતો પરંતુ તેમને ચિંતા ઘણી જ હતી. સંબંધીઓ તથા આસપાસના લોકો એવું જરૂરથી કહેતા કે તમે દીકરીને આ રીતે બહાર જવા દીધી છે, તો તમે ધ્યાન રાખજો. જોકે, મારી મમ્મીને મારા પર ઘણો જ વિશ્વાસ હતો. મારી મમ્મી હાઉસવાઈફ છે અને તે ક્યારેય આ રીતે બહાર નથી નીકળી. તે હંમેશા જ કહેતી કે બહાર નીકળો પછી તે આ ફિલ્ડ હોય કે સ્કૂલ હોય કે પછી કોલેજ હોય કે પછી ગમે તે હોય, તમને સારા કે ખરાબ માણસો તો મળશે જ. તો મારા મમ્મી માનતા કે બહાર ભલે ગમે તેવા લોકો હોય પરંતુ તું એવી તૈયાર થાય કે તારે કોઈની જરૂર ના પડે. મમ્મી મારા માટે પ્રેરણાદાયક છે. અને એટલે જ આજે હું આ સફળતાને માણી રહી છું.

સેલ્ફી ક્લિક કરી દિવાળીની ઉજવણી કરી
સેલ્ફી ક્લિક કરી દિવાળીની ઉજવણી કરી