તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટ્રાફિક:રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકા પર કારના થપ્પા લાગ્યા, ટ્રાફિકજામથી વાહનચાલકો પરેશાન

રાજકોટ5 મહિનો પહેલા
ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પર ટ્રાફિકજામ થયો - Divya Bhaskar
ગોંડલ નજીક ભરૂડી ટોલનાકા પર ટ્રાફિકજામ થયો
  • હાલ જુનાગઢ, સોમનાથ, દિવ તરફ પ્રવાસીઓનો ધસારો વધતા નેશનલ હાઈવે પર ટ્રાફિકજામ

હાલ દિવાળીના તહેવારોમાં લોકો ફરવા માટે બહાર નીકળી ગયા છે. કોરોના મહામારીને કારણે સૌરાષ્ટ્રના લોકો આ વર્ષે લાંબા પ્રવાસના બદલે જુનાગઢ, સાસણગીરના પ્રવાસે નીકળી ગયા છે. ત્યારે આજે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર ભરૂડી ટોલનાકા પર કારોના થપ્પા લાગી જતા ટ્રાફિકજામ સર્જાયો હતો. ટોલનાકા પર ટ્રાફિકજામથી વાહનચાલોને મુશ્કેલી પડી હતી. હાલ લોકોનો ધસારો સોમનાથ, દિવ, જુનાગઢ તરફ વધ્યો છે. આથી નેશનલ હાઈવે પર પણ ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.

દિવાળી વેકેશનમાં ખોડલધામમાં ભાવિકોનું ઘોડાપૂર, દર્શન માટે પડાપડી થઈ
હાલ દિવાળીનું વેકેશન ચાલી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રનાં ધાર્મિક સ્થળો પર લોકો દર્શન માટે ઊમટી પડ્યા છે. ત્યારે લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતીક ખોડલધામમાં પણ દિવાળી વેકેશનમાં ભાવિકોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. ખોડિયાર માતાજીનાં દર્શન માટે ભાવિકો પડાપડી કરી રહ્યા છે. કોરોનાએ સૌરાષ્ટ્રમાં ફરી માથું ઊંચક્યું છે ત્યારે મંદિરોમાં ભાવિકો વચ્ચે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. સોશિયલ ડિસ્ટન્સના અભાવને કારણે કોરોના સંક્રમણ વધે તો જવાબદાર કોણ? એવો સવાલ ઊઠી રહ્યો છે.

ગિરનાર ટેમ્પલ રોપવેમાં 4 કલાકનું વેઇટિંગ હોવા છતાં પ્રવાસીઓની લાંબી લાઇન
દિવાળીના વેકેશનને લઈને સૌરાષ્ટ્રવાસીઓએ લાંબા પ્રવાસને બદલે જૂનાગઢ અને સાસણગીર તરફ ટૂંકા પ્રવાસનું આયોજન કર્યું છે. કોરોના મહામારીને કારણે લાંબું ટ્રાવેલિંગ કરવું હિતાવહ ન લાગતાં લોકો જૂનાગઢ અને સોમનાથ તરફ આકર્ષાયા છે. આજે ભાઈબીજના દિવસે ગિરનાર ટેમ્પલ રોપવેની સફર માણવા લોકોનો સતત બીજા દિવસે પણ ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગિરનાર ટેમ્પલ રોપવેમાં 4 કલાકનું વેઈટિંગ હોવા છતાં લોકોની લાંબી લાઈન લાગી છે. જોકે અહીં કોરોનાની ગાઈડલાઈન્સનો ઉલાળ્યો થતો જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો