નિર્ણય:રેલવે, ફ્લાઈટમાં એક સપ્તાહ સુધી મુસાફરોનો ભારે ધસારો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • આજે ઓખા-મુંબઇ ટ્રેનની વધારાની ટ્રિપ દોડશે
  • જન્માષ્ટમી પર્વના ​​​​​​​અનુસંધાને વધુ ટ્રેન ફાળવાઈ

જન્માષ્ટમી તહેવારમાં ફરવા જવા રેલવે, ફ્લાઈટમાં મુસાફરોનો ભારે ધસારો આજથી એક સપ્તાહ સુધી રહેશે. વધારાના ટ્રાફિકને પહોંચી વળવા માટે રેલવે વિભાગે વધારાની ટ્રેન ફાળવી છે. જે અંતર્ગત આજે ઓખા-મુંબઈ વચ્ચે વધારાની ટ્રેન દોડશે, તો જન્માષ્ટમીના પર્વને અનુસંધાને ઓખા નાથદ્વારા ટ્રેન શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. તેમજ ઓખા-અમદાવાદ વચ્ચે 17 અને 18 ઓગસ્ટના રોજ ખાસ ટ્રેન ચાલશે. આ સિવાય એસટીમાં પણ ટ્રાફિક વધ્યો છે.

ઓખા-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ આજે ઓખાથી સવારે 10 કલાકે ઉપડશે અને બપોરે 2.45 કલાકે રાજકોટ અને કાલે સવારે 04.35 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેનમાં કુલ 20 કોચ હશે જેમાં 2 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લિપર, 4 જનરલ અને 2 લગેજ કોચ હશે. ઓખા-નાથદ્વારા એક્સપ્રેસ 10 ઓગસ્ટથી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત આ ટ્રેન દર બુધવારે સવારે 8:20 વાગ્યે ઉપડશે, રાજકોટ બપોરે 12.41 કલાકે પહોંચશે. બીજા દિવસે સવારે 6:30 કલાકે નાથદ્વારા પહોંચશે. નવી સૂચના ન મળે ત્યાં સુધી આ ટ્રેન દોડશે.

જ્યારે નાથદ્વારા- ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 કલાકે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 કલાકે અને ઓખા સાંજે 18:55 કલાકે પહોંચશે. અમદાવાદ-ઓખા સ્પેશિયલ, 17 અને 18 ઓગસ્ટે અમદાવાદથી સાંજે 7.30 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 4.00 કલાકે ઓખા પહોંચશે. જ્યારે ઓખા-અમદાવાદ સ્પેશિયલ 20 અને 21ના રોજ ઓખાથી રાત્રે 23.45 કલાકે ઉપડીને બીજા દિવસે સવારે 08.45 કલાકે અમદાવાદ પહોંચશે.

અન્ય સમાચારો પણ છે...