તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કમોસમી વરસાદ:યાત્રાધામ વીરપુરમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ફરી વળ્યાં

વીરપુર14 દિવસ પહેલા
  • વરસાદથી ખેડૂતોમાં ચિંતા, ઉનાળુ પાકને નુકસાન પહોંચવાની ભીતિ

એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના યાત્રાધામ વીરપૂરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થયાની ફરિયાદ પણ મળી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે. વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉનાળુ બાજરી, તલ, મગફળી સહિતના પાકને ભારે નુકસાન પહોંચવાની ભીતિ સેવાય રહી છે. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.

પડધરી તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ
બે દિવસ પહેલા રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. તેમજ બે દિવસ પહેલા બપોર બાદ પડધરી તાલુકાના ગોવિંદપુર અને આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટુ વરસતા પડતા ખેડૂતો ચિંતિત છે. હાલમાં ઉનાળુ વાવેતરને મોટા પ્રમાણમાં નુકસાન થવાથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઇ છે. લોધિકાના ધુળીયા દોમડા સહિતના ગામમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો.

( દિપક મોરબીયા,વીરપુર )

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો