તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદનું આગમન:રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે અમુક વિસ્તારોમાં વરસાદ, આટકોટમાં પણ ઝાપટા પડ્યા

રાજકોટ7 દિવસ પહેલા
રાજકોટમાં રાત્રે ફરી વરસાદ વરસ્યો
  • લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

એક તરફ કોરોના અને મ્યુકોરમાઇકોસિસનો કહેર ચાલી રહ્યો છે ત્યારે રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. રાજકોટ જિલ્લાના કાલાવડ રોડ પર આવેલા મોટા મોવા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં હતાં. શહેરની સાથે ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો હતો.રાજકોટ નજીક બામણબોર, બેડી અને આસપાસના ગ્રામીણ વિસ્તારમાં સાંજથી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના આટકોટમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જ્યાં વરસાદના ઝાપટા પડ્યા હતા અને રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

લોકોએ ગરમીમાંથી રાહત મેળવી
આટકોટમાં બપોર બાદ વાતાવરણ ગોરભાતા આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયુ હતું. અચાનક વીજળીનાં કડાકા ભડાકા સાથે કરા કરા સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી. ભારે બાફરાં વચ્ચે વરસાદ આવતા વાતાવરણ ઠંડુ બની ગયું છે.

વરાસદને પગલે વાહનચાલકોએ ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા
વરાસદને પગલે વાહનચાલકોએ ધીમી ગતિએ વાહન ચલાવવા પડ્યા

ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા
બે દિવસ પહેલા જસદણ પંથકમાં પણ મેઘરાજાનું આગમન થતાની સાથે જ વાવણીલાયક વરસાદ પડતાં ખેડૂતો ખુશીથી જુમી ઉઠ્યા હતા.વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાય ગયા હતાં. રાજકોટનાં ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ પડ્યો છે.