તારાજીના દૃશ્યો:ભારે વરસાદથી ધોરાજીમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસ્યા, પાણીના ધસમસતા પ્રવાહથી લોકોના જીવ અદ્ધર

રાજકોટ3 મહિનો પહેલા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેને પગલે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘુસી ગયા છે. ધોરાજી શહેરના ભૂતનાથ મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં પાણી ઘુસ્યા છે.ઘરોમાં વરસાદી પાણી ઘુસતા સ્થાનિક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે અને પાણીના ધસમસતા પ્રવાહથી લોકોના જીવ અદ્ધર થયા છે.

રસ્તા નદી બન્યા છે
રસ્તા નદી બન્યા છે
ભૂતનાથ મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં પાણી ઘુસ્યા
ભૂતનાથ મહાદેવ મંદિર પાસેના વિસ્તારમાં પાણી ઘુસ્યા

તંત્ર પોકળ દાવા તેઓ કરે છે
આ અંગે સ્થાનિક રહેવાસી ઈકબાલભાઈ ફકીરે જણાવ્યું હતું કે, હું છેલ્લા 27 વર્ષથી અહીં રહું છું. આ જગ્યામાં માત્ર કાગળ પરજ પુલ બન્યા છે. અમે લોકો નિયમિત ટેક્સ ભરીએ છીએ છતાં તંત્ર અહીં પુલ બનાવવામાં આવ્યો નથી. અમે જયારે પણ નગરપાલિકામાં રજુઆત કરીએ ત્યારે એક જ વાત સાંભળવા મળે કે રોડ બની ગયા છે. રસ્તા બની ગયા છે.. તેઓ માત્ર આવા પોકળ દાવા તેઓ કરે છે. હવે આવા વરસાદમાં લોકોના ઘરે પાણી ઘુસી જાય છે. કોઈ મોટી ઉંમરની વ્યક્તિ હોય, કોઈ પ્રસૂતા હોય એને હોસ્પિટલે જવું હોય તો આવા પાણીના પ્રવાહમાં કેમ જવું ! તંત્ર દ્વારા સમસ્યાને લઈને કોઈ અગમચેતી લેવામાં નથી આવતી.

સ્થાનિક ઈકબાલભાઈ ફકીર
સ્થાનિક ઈકબાલભાઈ ફકીર
સ્થાનિક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે
સ્થાનિક લોકોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે

લાઠ, મજેઠી જવા માટેના રસ્તા પર વરસાદી પાણી વહ્યા
હાલ રાજકોટના ઉપલેટામાં પડેલા વરસાદથી જળબંબાકાર સર્જાયો છે. જ્યાં ભાદર કાંઠાના ગામોમાં રહેલા લોકોની મુશ્કેલીઓ વધી હોવાનું સામે આવ્યું છે. લાઠ, મજેઠી જવા માટેના રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે. વરસાદી પાણી કોઝવે પરથી પસાર થતા રસ્તો બંધ થયો છે. જેને પગલે આ રસ્તાઓ પરથી પસાર થતા લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે હાલ અહીંથી પસાર થતા રાહદારીઓ અન્ય રસ્તાઓ પરથી પસાર થવા મજબુર બન્યા છે. કોઝવેના પાણીના પ્રવાહમાં વૃક્ષ ફસાયું હોવાનું પણ સામે આવ્યું હતું ગ્રામજનોએ ભારે જહેમત બાદ વૃક્ષને પાણીના પ્રવાહ માંથી બહાર કાઢ્યું હતું.

લોકોના ઘરે પાણી ઘુસી જાય છે
લોકોના ઘરે પાણી ઘુસી જાય છે

ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે
છત્તીસગઢમાં બનેલું લો પ્રેશર મજબૂત બનીને દક્ષિણ પાકિસ્તાન તરફ વધ્યા બાદ વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થયું છે, તો બીજી તરફ ઓફશોર ટ્રફ મહારાષ્ટ્રથી કેરાળ તરફ છે. અરબી સમુદ્રમાં કરંટ આવતા ઓરિસ્સાના દરિયાકિનારે સાઇક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર બનશે. દરિયાકિનારાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.સૌરાષ્ટ્રમાં અમરેલી, પોરબંદર, ગીર સોમનાથ, જામનગર, દ્વારકા, ભાવનગર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે