મેઘ કહેર:ઉપલેટામાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવતા મગફળી, કપાસ સહિતના પાકને મોટો ફટકો, ચોમાસુ પાક નિષ્ફળ થવાની ભીતિ

રાજકોટએક મહિનો પહેલા
સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ 
  • - મોજ, વેણુ અને ભાદર નદીમાં આવેલ ઘોડાપૂરથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાની - સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ - ખેડૂતો, ભાગિયાઓ અને મજૂરોની કફોડી હાલત

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં પડેલા ધોધમાર વરસાદથી ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના ખેતરોમાં ભારે નુકશાની દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે વધુ વરસાદના પગલે ખેડૂતોનો ચોમાસુ પાક પણ સંપૂર્ણ નિષ્ફળ થવાની ભીતિએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ કરેલા ચોમાસુ પાકના વાવેતર બાદ છેલ્લા એક સપ્તાહમાં પડેલા વરસાદ પગલે ખેતરમાં ઉભા મોલ જોતા નુકશાની થવાની ભીતિ સેવાઈ રહી છે.

ખેતરમાં ઉભા મોલ જોતા નુકશાની થવાની ભીતિ
ખેતરમાં ઉભા મોલ જોતા નુકશાની થવાની ભીતિ
ખેડૂતોના ખેતરોમાં ભારે નુકશાની દ્રશ્યો સામે આવ્યા છે
ખેડૂતોના ખેતરોમાં ભારે નુકશાની દ્રશ્યો સામે આવ્યા છે

નદીમાં આવેલ ઘોડાપૂરથી ખેતરમાં ભારે નુકસાની
ઉપલેટા પંથકમાં સોમ અને મંગળવાર એમ કુલ 2 દિવસથી ધોધમાર વરસાદ પડતાં અહીંના જળાશયોમાં આવેલ પાણીની આવકથી ડેમ ઓવરફ્લો થતાં ડેમના દરવાજા ખોલતા ઉપલેટા તાલુકામા આવેલ મોજ, વેણુ અને ભાદર નદીમાં આવેલ ઘોડાપૂરથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેલા ખેડૂતોના ખેતરમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

ખેડૂતો, ભાગિયાઓ અને મજૂરોની હાલત પણ કફોડી થઈ છે
ખેડૂતો, ભાગિયાઓ અને મજૂરોની હાલત પણ કફોડી થઈ છે

ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે
ઉપલેટા પંથકમાં વરસાદ આવ્યો તો ખરા પણ એવો વરસાદ આવ્યો કે હાલ વરસાદ વરસ્યા બાદ ખેડુતના આંખોમાંથી આંસુઓ પણ વહી રહ્યા છે કારણકે મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને મજૂરી ચૂકવી અને તૈયાર થવા આવેલ મોલ જાણે છીનવાઈ ગયો હોય તેમ વરસાદ થંભી ગયા બાદ ખેડૂતો જ્યારે ખેતરે પહોંચ્યા ત્યારે મહામુલો ચોમાસુ પણ સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ ઉપરાંત ખેડૂતો, ભાગિયાઓ અને મજૂરોની હાલત પણ કફોડી થઈ છે.

મહામુલો ચોમાસુ પણ સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો
મહામુલો ચોમાસુ પણ સંપૂર્ણ નિષ્ફળ જતા ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો

સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ
ઉપલેટા પંથકમાં છેલ્લા બે વર્ષથી ખેડૂતોને ભારે વરસાદ અને પૂરને કારણે નુકશાની વેઠવાનો વારો આવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જે સહાય ચૂકવવામાં આવે છે તે સહાય ખેડૂતોને આર્થિક ઉગારતિ નથી તેથી સર્વે કરાવીને વહેલી તકે વળતર ચૂકવવા માટે માંગ પણ ખેડૂતો કરી રહ્યા છે અને સરકાર દ્વારા નુકશાનના સાચા આંકડાઓ જણાવીને ખેડૂતોને પૂરતું અને સંતોષકારક સહાય ચૂકવવા જગતના તાત ખેડૂતો સરકાર પાસે અપેક્ષા રાખતા માલૂમ પડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...