તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી:બંગાળની ખાડીમાં લો પ્રેશરની અસરથી 14 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની વકી

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવાર સુધીમાં સિસ્ટમ સર્જાઇ જવાના એંધાણ

રાજકોટ સહિત રાજ્યમાં ભારે વરસાદની રાહ જોતા લોકો માટે સારા સમાચાર છે. કારણ કે, આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સ્પટેમ્બર સુધી મજબૂત બનીને ડીપ્રેશન અથવા વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. જેને કારણે રાજકોટ સહિત રાજ્યનાં મોટાભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર દરમિયાન મધ્યમથી ભારે તેમજ કેટલાંક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જેને કારણે રાજ્યમાં વરસાદની ઘટ પડી છે, તેમાં ઘટાડો થવાના વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.

હવામાન વિભાગના આંકડાઓ મુજબ, રવિવારે રાજકોટનું મહત્તમ તાપમાન 31 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી નોંધાયું હતું. રાજકોટમાં દિવસ દરમિયાન ધુપ-છાવનું વાતાવરણ રહ્યું હતું. જેને કારણે લોકોએ બપોર પછી ગરમીનો અનુભવ કર્યો હતો. સવારથી સાંજ સુધીમાં હળવા ઝાપટાં પણ પડ્યા હતા. જો કે, આગામી અઠવાડિયાથી 10 દિવસો દરમિયાન રાજકોટમાં મધ્યમથી ભારે વરસાદ પડશે. જયારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.

હાલમાં રાજ્યમાં ભારે વરસાદની ગેરહાજરીને કારણે ગુજરાતમાં 44 ટકા અને સૌરાષ્ટ્રમાં 37 તેમજ કુલ વરસાદની ઘટ 41 ટકા છે. પરંતુ, આગામી અઠવાડિયામાં સારા વરસાદને કારણે રાજ્યમાં વરસાદની ઘટમાં નોંધપાત્ર ઘટાડો થવાના સંકેતો હવામાન વિશેષજ્ઞ દ્વારા પ્રાપ્ત થયાં છે.

આ કારણોસર સારો વરસાદ પડશે
બંગાળની ખાડીમાં 24 કલાકમાં લો-પ્રેશર રચાશે, જે 7થી 8 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં રહેશે, જેને કારણે રાજ્યમાં થંડર સ્ટ્રોમની ગતિવિધી વધશે. 8 સપ્ટેમ્બર બાદ લો-પ્રેશર બંગાળની ખાડીથી આગળ વધીને રાજસ્થાનની આજુબાજુ પહોચશે, તેની સાથે મોન્સુન ટ્રફ નીચે આવશે. જેથી આ લો-પ્રેશર વેલમાર્ક લો-પ્રેશરથી લઇને ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે, જેની અસર 8થી 14 સપ્ટેમ્બર સુધી રહેશે, જેને કારણે અમદાવાદ સહિત ગુજરાતમાં મધ્યમથી ભારે તેમજ દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

એટલું જ નહિ, વેલમાર્ક લો-પ્રેશર અને ડીપ્રેશનની અસરથી મધ્ય અને પશ્ચિમ ભારતનાં આંતર મોસમીય પરિવર્તનથી વરસાદ ખેંચી લાવતા પરિબળો વધુ મજબુત બનતા 20 સપ્ટેમ્બર સુધી સારો વરસાદ પડી શકે છે. તેમ હવામાન વિભાગના તજજ્ઞે જણાવ્યું હતું. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદ અગાઉ રાજ્યમાં 50 ટકા વરસાદની ઘટ હતી, પરંતુ, છેલ્લાં કેટલાંક દિવસોમાં પડેલા વરસાદની ઘટ 9 ટકા ઘટીને 41 ટકાએ પહોંચી છે, જેમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 44 અને સૌરાષ્ટ્રમાં 37 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...