અવિરત મેઘમહેર:રાજકોટના લોધિકામાં ધોધમાર વરસાદ, ફરી કુદરતી આફતની ભીતિથી ખેડૂતોમાં ચિંતા

રાજકોટ3 મહિનો પહેલા
લોધિકામાં ફરી ધોધમાર વરસાદ વરસ્યો.
  • 21 ઇંચ વરસાદ ખાબકતા ગામડાઓ હજુ કફોડી સ્થિતિમાંથી બહાર આવ્યા નથી

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે બપોર બાદ લોધિકામાં વાતાવરણમાં પલ્ટો આવતા ફરી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. બે દિવસ પહેલા જ લોધિકામાં 21 ઇંચ વરસાદ ખાબકતા ગામડાઓ હજુ કફોડી સ્થિતિમાંથી બહાર આવ્યા નથી ત્યાં આજે ફરી ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં કુદરતી આફતની ભીતિને લઇ ચિંતામાં મુકાયા છે.

રસ્તા પર પાણી વહ્યું.
રસ્તા પર પાણી વહ્યું.

લોધિકામાં 21 ઇંચ વરસાદથી ખેદાન મેદાન
લોધિકામાં બે દિવસ પહેલા 21 ઇંચ વરસાદ વરસતા ઠેર ઠેર તારાજીના દૃશ્યો જોવા મળ્યા હતા. ખેડૂતોની હજારો વીઘા જમીન પૂરના પાણીમાં ધોવાઇ ગઇ છે. તેમજ કપાસ અને મગફળીનો પાક ઉખડી ગયો છે. હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યાં છે. જોકે આજે ધોધમાર વરસાદ વરસતા ફરી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે.

ખેડૂતોમાં ચિંતા.
ખેડૂતોમાં ચિંતા.

ગઇકાલે ગોંડલ પંથકમાં 6 ઇંચ વરસાદ પડ્યો હતો
ગઇકાલે ગોંડલના લીલાખા ગામમાં એક કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયું હતું. ગામની અમર નદીમાં ઘાડાપૂર આવતા લોકો જોવા માટે ઉમટ્યા હતા. ગોંડલના મસીતળા ગામમાં એક કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. ભારે વરસાદને કારણે ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો હતો. મસીતળાથી ભંડારીયા અને ખંભાલીડાને જોડતો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...