તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસાનું આગમન:રાજકોટમાં મેઘરાજાની પધરામણી,મોરબી રોડ, જામનગર રોડ સહિત શહેરમાં ધોધમાર વરસાદ, રસ્તાઓ પર પાણી ભરાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • ઠેર ઠેર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી

રાજકોટમાં છેલ્લા ઘણા દિવસથી અસહ્ય ગરમી અને બફારો ફેલાયો હતો જેના કારણે રાજકોટવાસીઓ વરસાદની આતૂરતાથી રાહ જોઇ રહ્યા હતા.જ્યાં આજે મેઘસવારી આવી પહોંચી હતી. શહેરના અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. શહેરના મોરબી રોડ, જામનગર રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

જિલ્લામાં પણ ધોધમાર વરસાદ
શહેરમાં હાલ ગોંડલ રોડ, કુવાડવા રોડ, કાલાવડ રોડ, માધાપર ચોકડી, રામાપીર ચોકડી, ગ્રીન લેન્ડ ચોકડી સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. જિલ્લાના લોધીકા, પડધરી, જસદણ, કોટડાસાંગાણી અને આટકોટ પંથકમાં ભારે પવન-ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વાહનચાલકોને દર વર્ષની માફક પરેશાની
રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા વરસાદી ઝાપટાંએ તંત્રની પોલ છતી કરી દીધી છે. ધોધમાર વરસાદના કારણે ક્યાંક રસ્તા પર પાણીના ખાબોચીયા તો ક્યાંક રસ્તા પર ખાડા નજરે પડી રહ્યા છે. રાજકોટમાં ગોંડલ રોડ ચોક ખાતે ખાડા અને પાણીના ખાબોચીયા ભરેલા નજરે પડ્યા હતા. જ્યારે કે રાજકોટ-અમદાવાદ હાઇવે પર જવા માટે બેડી ચોક નજીક રસ્તા પર મોટા ખાડા જોવા મળી રહ્યા છે. જેના કારણે વાહન ચાલકોને દર વર્ષની માફક આ વર્ષે પણ ચોમાસાની શરૂઆતથી જ મુશ્કેલીનો સામનો કરવાની શરૂઆત થઇ ચુકી હોય તેવું લાગી રહ્યું છે.