મેઘરાજા મહેરબાન:રાજકોટમાં ગાજવીજ સાથે ઝાપટું વરસ્યું, ગોંડલ-જેતુપર પંથકમાં પવન સાથે ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા

રાજકોટ10 મહિનો પહેલા
આટકોટમાં રસ્તા પર પાણી ભરાયા.
  • ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદથી વાહનચાલકોએ હેડ લાઈટ શરૂ કરવાની ફરજ પડી

રાજકોટ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહી છે. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું હતું. રાજકોટમાં બપોર પછી 3.15 વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું છે. આથી રસ્તા પર પાણી ભરાયા હતા. તેમજ ગોંડલ અને જેતપુર પંથકમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

આટકોટમાં ધોધમાર વરસાદ
હાલ આટકોટમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જ્યાં 15 મિનિટમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે બજારમાં પાણી વહી ભરાયા હતા, અને રસ્તા પર નદી વહેવા લાગી હતી. આ ઉપરાંત આજુબાજુ વીરનગર, જંગવડ, ખારચીયા સહીતના ગામમાં વરસાદ પડી રહ્યો છે. આખો દિવસ ગરમી અને ઉકળાટ લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા રાત્રે ધોધમાર વરસાદ પડતા લોકોએ ગરમીથી રાહત મળેવી હતી

ગોંડલ પંથકમાં રસ્તા પર પાણી ભરાયા.
ગોંડલ પંથકમાં રસ્તા પર પાણી ભરાયા.

ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ધોધમાર વરસાદ
રાજકોટના નાણાવટી ચોક, કાલાવડ રોડ, માધાપર ચોકડી, ગાંધીગ્રામ, જિલ્લા પંચાયત ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આથી લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. બીજી તરફ ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા વિઝીબિલિટી ઘટતા વાહનોએ હેડ લાઇટ શરૂ કરવાની ફરજ પડી હતી. ગોંડલના જામવાડી, નાગરકા, ગોમટા, ચરખડી, ચોરડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ.
150 ફૂટ રિંગ રોડ પર ધોધમાર વરસાદ.

ગઇકાલે રાજકોટ, ગોંડલ, વિરપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો
ગઇકાલે રાજકોટમાં સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. તેમજ ગોંડલ અને વિરપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી રાજકોટ જિલ્લામાં મેઘમહેરથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. કપાસ, મગફળી, મગ, અડદ, મકાઈ સહિતના પાકોને નવું જીવનદાન મળી રહ્યું છે.

જેતપુર-ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ.
જેતપુર-ગોંડલ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ.
મગફળીના પાકને જીવનદાન મળ્યું.
મગફળીના પાકને જીવનદાન મળ્યું.
અન્ય સમાચારો પણ છે...