મેઘરાજાની પધરામણી:લોધીકાના નગરપીપળીયા ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યાં, રાજકોટ અને જસદણમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ

રાજકોટ20 દિવસ પહેલા
  • શહેરના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ

રાજકોટ જિલ્લામાં આજે મેઘરાજા મહેરબાન થયા હતા. જ્યાં લોધીકાના નગરપીપળીયા ગામે ધોધમાર વરસાદ પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં હર્ષની લાગણી છવાઈ હતી. રાજકોટ શહેરમાં આજે અસહ્ય બફારાથી લોકો અકળાયા હતા. જોકે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. સાંજના 5 વાગ્યા બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારમાં જસદણ પંથકમાં મેઘરાજાએ પધરામણી કરી હતી. જસદણના શિવરાજપુર ગામમાં પણ વરસાદી ઝાપટુ વરસી ગયું હતું.

લોધીકાના નગરપીપળીયા ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યાં
લોધીકાના નગરપીપળીયા ગામે ખેતરોમાં પાણી ફરી વળ્યાં
રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા
રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા
કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો
કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

રાજકોટના વિવિધ વિસ્તારમાં વરસાદ
રાજકોટ 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, ઢેબર રોડ. જંક્શન, સોરઠિયાવાડી, મોરબી રોડ, માધાપર ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના પ્રચંડ કડાકાથી લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. આખો દિવસ અસહ્ય બફારાથી અકળાયેલા લોકો વરસાદ પડતા ઠંડક અનુભવી રહ્યા છે. વાતાવરણ પણ ઠંડુ બનતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. આજે સતત બીજા દિવસે રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે.

વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો
વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો
રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે
રાજકોટ જિલ્લામાં વરસાદ વરસ્યો છે

ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી
રાજકોટના વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી હતી. મેટોડા જીઆઇડીસીમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તેમજ લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. રાજકોટના કાલાવડ રોડ પર એજી ચોકમાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પર પાણી ભરાયું હતું. લોધિકાના ચીભડા, મેટોડા, ખીરસરા, વાજડી, વડ રાતૈયા સહિતના ગામોમાં અમી છાંટણા થયા હતા.

ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી
ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડી

જસદણ પંથકમાં ધોધમાર વરસાદ
જસદણના શિવરાજપુરમાં વરસાદી ઝાપટુ વરસ્યું હતું. જ્યારે કાળાસર ગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા હતા. આ ઉપરાંત ફુલજર સહિતના આજુબાજુના વિસ્તારમાં વરસાદ પડ્યાના વાવડ મળી રહ્યા છે.

શિવરાજપુરમાં વરસાદી ઝાપટુ વરસ્યું
શિવરાજપુરમાં વરસાદી ઝાપટુ વરસ્યું

ગઈકાલે ગોંડલ પંથકમાં એકથી દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો
ગઈકાલે બપોર બાદ ગોંડલના વાસાવડ, દેવળિયા અને દડવામાં જોરદાર વરસાદ વરસ્યો હતો અને એકથી દોઢ ઇંચ પાણી પડી ગયાનું જાણવા મળ્યું હતું. આથી ગામડાઓમાં નદી-નાળા બે કાંઠે વહ્યા હતા. ગઇકાલે ભીમ અગિયાસરના દિવસે મેઘરાજાએ મુહૂર્ત સાચવતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

લોકો વરસાદ પડતા ઠંડક અનુભવી રહ્યા છે
લોકો વરસાદ પડતા ઠંડક અનુભવી રહ્યા છે
અન્ય સમાચારો પણ છે...