અઠવાડિયા બાદ મેઘમહેર:રાજકોટના જંક્શન પ્લોટ, યાજ્ઞીક રોડ, ત્રિકોણબાગ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, રસ્તા પર પાણી ભરાયા

રાજકોટ24 દિવસ પહેલા
જંક્શન પ્લોટ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા.

રાજકોટમાં છેલ્લા એક અઠવાડિયાથી અસહ્ય ઉકળાટથી લોકો ત્રાસી ગયા છે. ત્યારે આજે સવારથી જ મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું અને અચાનક પવન સાથે ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. જેનાથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

જંક્શન પ્લોટ, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર
શહેરના જામનગર રોડ, જંક્શન પ્લોટ, ગાયત્રીનગર, 150 ફૂટ રિંગ રોડ, માધાપર ચોકડી, ત્રિકોણબાગ, બસસ્ટેન્ડ, યાજ્ઞીક રોડ, સિવિલ હોસ્પિટલ ચોક, માધાપર ચોકડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસી ગયું હતું. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી હતી. તેમજ જંક્શન પ્લોટમાં રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. 15 દિવસ બદ મેઘરાજાએ પધરામણી કરતા લોકોમાં પણ આંનદની લાગણી જોવા મળી હતી.

માધાપર ચોકડીએ પણ ધોધમાર ઝાપટું વરસી ગયું.
માધાપર ચોકડીએ પણ ધોધમાર ઝાપટું વરસી ગયું.

ચાર દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના એકાદ વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે. આગામી 4 દિવસ ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદની કોઈ સંભાવના નથી. હાલ ગુજરાતમાં વરસાદ પડે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. બીજી તરફ રાજ્યનાં 15 તાલુકાઓમાં હજી 50 ટકા કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...