જળબંબાકાર:રાજકોટમાં 2 કલાકમાં 6 ઈંચ, લોધાવડ ચોકમાં કારો ડૂબી, પરાબજારમાં નદી જેવો પાણીનો પ્રવાહ, મવડીમાં કાર ફસાઈ, ઘરોમાં પાણી ઘૂસ્યા

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટના મવડી પાસે આવેલા ગુરૂકુળ પાસે કાર ફસાતા લોકો મદદે દોડી આવ્યા
  • આંબેડકરનગરમાં પાણી ભરાતા મનપાના વિપક્ષ નેતા મુલાકાતે જતા હાથમાં ઈજા પહોંચી
  • કાલાવડ રોડ અંડરબ્રિજ અને પોપટપરાનું નાળુ પાણીમાં ગરકાવ
  • પરા બજારમાં સંતોષીનગરમાં ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પરેશાન બન્યા

રાજકોટમાં આજે બે કલાકમાં ધોધમાર 6 ઈંચ જેટલો વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પર નદી વહે તે રીતે પાણીનો પ્રવાહ વહી રહ્યો હતો. લોકો પણ વરસાદનો આનંદ માણવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. શહેરના લોધાવડ ચોકમાં ઘરની બહાર પાર્ક કરેલી કારો ડૂબી ગઈ હતી તેટલું પાણી ભરાય ગયું હતું. તેમજ ઘરોમાં પાણ ઘૂસી જતા લોકો પરેશાન બન્યા હતા. કાલાવડ રોડ પર આવેલો અંડરબ્રિજ અને પોપટપરાનું નાળુ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

પરા બજારમાં નદીની જેમ રસ્તા પર પાણી વહ્યું
પરા બજારમાં નદીની જેમ રસ્તા પર પાણી વહ્યું

પરા બજારમાં નદીની માફક પાણી વહ્યું
રાજકોટમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં 6 ઈંચથી વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. શહેરના પરા બજારમાં નદીની માફક પાણી વહ્યું હતું. તેમજ દરજી બજારમાં રીતસર પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તા પર વહી રહ્યો હતો.

આંબેડકરનગરમાં પાણી ભરાતા મુલાકાતે ગયેલા વિપક્ષ નેતાને હાથમાં ઈજા પહોંચી
આંબેડકરનગરમાં પાણી ભરાતા મુલાકાતે ગયેલા વિપક્ષ નેતાને હાથમાં ઈજા પહોંચી

વિપક્ષ નેતાને હાથમાં ઈંજા પહોંચી
રાજકોટ શહેરમાં આંબેડકરનગરમાં પાણી ભરાતા આ વિસ્તારની મુલાકાતે આવેલા રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામ સાગઠીયા ઈજા પહોંચી હતી. હાથમાં 5 ઈંચનો કાપો પડી જતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાથ લોહીલૂહાણ થઈ ગયો હતો.

લોધાવડ ચોકમાં કાર ડૂબે તેટલું પાણી ભરાયું
લોધાવડ ચોકમાં કાર ડૂબે તેટલું પાણી ભરાયું

ગુરૂકુળ પાસે કાર ફસાઈ
રાજકોટમાં ચારેબાજુ પાણી ભરાતા ઝળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. મવડી વિસ્તારમાં ગુરૂકુળ પાસે એક કાર ધસમસતા પ્રવાહમાં ફસાઈ હતી. આથી આજુબાજુમાંથી લોકો કારને બહાર કાઢવા માટે મદદે દોડી આવ્યા હતા. કારમાં સવાર લોકોને સલામત રીતે બહાર કાઢી દોરડા વડે કારને ખાડામાંથી બહાર કાઢવામાં આવી હતી.

પોપટપરાનું નાળુ પાણી ગરકાવ થતા સંતોષીનગરમાં પાણી ઘૂસી ગયા
પોપટપરાનું નાળુ પાણી ગરકાવ થતા સંતોષીનગરમાં પાણી ઘૂસી ગયા

પોપટપરાના નાળામાં પાણી ભરાયા
રાજકોટ શહેરમાં સૌથી વધારે પાણી પોપટપરાના નાલામાં ભરાયું હતું. જેના કારણે જિલ્લા જેલ નજીક સંતોષીનગરના મફતીયાપરા નજીક પાણી ભરાયા હતા.

કાલાવડ રોડ પર આવેલો મહિલા કોલેજ અંડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાયા
કાલાવડ રોડ પર આવેલો મહિલા કોલેજ અંડરબ્રિજમાં 3થી 4 ફૂટ પાણી ભરાયા

કાલાવડ રોડ પર આવેલા અંડરબ્રિજ પાણીમાં ગરકાવ
રાજકોટમાં 6 ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાય ગયા હતા. કાલાવડ રોડ પર મહિલા કોલેજ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થતા તેને બંધ કરવાની ફરજ પડી હતી. મનપા દ્વારા અંડરબ્રિજમાંથી પાણી ખેચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી પાંચીયાવદર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગોંડલ પંથકમાં 4થી 5 ઈંચ વરસાદ નોંધાયો છે. આથી ઠેર ઠેર પાણી ભરાયા છે.

ભારે વરસાદથી રાજકોટના ન્યારી 2 ડેમના 7 દરવાજા ખોલાયા
ભારે વરસાદથી રાજકોટના ન્યારી 2 ડેમના 7 દરવાજા ખોલાયા

રાજકોટનો ન્યારી-2 ડેમ ઓવરફલો
રાજકોટમાં ભારે વરસાદથી ન્યારી 2 ડેમ ઓવરફલો થયો છે. ન્યારી 2 ડેમના 7 દરવાજા 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ન્યારી 2 ડેમના દરવાજા ખોલાતા પડધરીના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

રામનાથપરા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા
રામનાથપરા વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા

રામનાથપરાથી ચુનારાવાડ તરફ જતો રસ્તો બંધ
ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રામનાથપરા વિસ્તારથી ચુનારાવાડ તરફ જતો ઓવરબ્રિજનો એક રસ્તો બંધ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારમાં પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ખડેપગે રાખવામાં આવી છે.

રામનાથથી ચુનારાવાડ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા
રામનાથથી ચુનારાવાડ તરફ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા

રાજકોટ જિલ્લામાં 2 કલાકમાં વરસેલા વરસાદના આંકડા (MMમાં)
રાજકોટ શહેર- 122
કોટડા સાંગાણી- 113
લોધિકા- 66
ગોંડલમાં- 33
જસદણ- 58
પડધરી- 32
ધોરાજી- 10
જેતપુર- 7
વીંછીયા- 7
જામકંડોરણા- 5

માધાપર ચોકડી પાસે પાણી ભરાતા મેયર બીનાબેન આચાર્ય દોડી આવ્યા હતા
માધાપર ચોકડી પાસે પાણી ભરાતા મેયર બીનાબેન આચાર્ય દોડી આવ્યા હતા