તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસ છવાયું હતું. સવારના સાડા નવ વાગ્યા સુધી સૂર્યનારાયણના દર્શન થયા નહોતા. 100 ફૂટ દૂર કંઇ પણ દેખાય નહીં તેટલા ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલોક પરેશાન બન્યા હતા અને લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી. ગોંડલ નજીક ગાઢ ધુમ્મસને કારણે બે કાર સામસામે ટકરાઇ હતી. જેમાં બંને કારના બોનેટનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
જસદણ તાલુકામાં ગાઢ ધુમ્મસ
જસદણ તાલુકામાં આજે વહેલી સવારથી જ ધુમ્મસ છવાયું હતું. આથી ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી હતી.જીરાના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ગાઢ ધુમ્મસથી વાહનચાલકોની સ્પીડ પર બ્રેક લાગી ગઈ હતી. ગાડી ધીમી ચલાવવી પડી હતી અને વાઇબ્રેટ લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. સવારે 9:30 સુધી સતત ધુમ્મસનું વાતાવરણ રહ્યું હતું. દૂર સુધી કોઈ દેખાતું ન હતું એટલું ગાઢ ધુમ્મસ છવાયું હતું. એસટી બસ સ્ટેશન હાઈવે બજારોમાં પણ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસને કારણે લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો.
રાજકોટ જિલ્લામાં સવારે મોડે સુધી ગાઢ ધુમ્મસનું વાતાવરણ જોવા મળ્યું
ગોંડલ, ધોરાજી, જેતપુર, વીરપુર, આટકોટ, શાપર સહિતના પંથકમાં અતિ ગાઢ ધુમ્મસભર્યુ વાતાવરણ સવારે 9.30 વાગ્યાં સુધી જોવા મળ્યું હતું. ધુમ્મસને લઇને રાજકોટ-પોરબંદર નેશનલ હાઇવે પર ગાઢ ધુમ્મસને લઈને હાઇવે પર અનેક વાહનોની ગતિ ધીમી પડી હતી. અંદાજે 100 ફૂટ સુધીની જ વિઝિબિલીટી જોવા મળી હતી. ધુમ્મસને લઈને વાહનચાલકોએ હેડલાઈટ તેમજ પાર્કિગ લાઈટ ચાલુ રાખી વાહન ચલાવી રહ્યા હતા. ધુમ્મસને કારણે ધાણા, ચણા, જીરૂ, ઘઉં તેમજ મરચી સહિતના શિયાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
(કરસન બામટા, આટકોટ/હિમાંશુ પુરોહિત, ગોંડલ)
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.