તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઠંડીનો ચમકારો:રાજકોટ-સૌરાષ્ટ્રમાં કાશ્મિર જેવા દ્રશ્યો, ગાઢ ધુમ્મસથી શહેરની ઇમારતો અદ્રશ્ય થઇ, વિઝીબિલિટી ઘટતા હાઇવે પર વાહનચાલકો પરેશાન

રાજકોટ18 દિવસ પહેલા
ગાઢ ધુમ્મસને કારણે શહેરની ઇમારતો અદ્રશ્ય થયેલી જોવા મળી.
  • હાઇવે પર વાહનચાલકોએ હેડ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી
  • 50 ફૂટ દૂર પણ વસ્તુ ન દેખાય તેટલો ગાઢ ધુમ્મસ જોવા મળ્યો
  • ધુમ્મસને કારણે જીરાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાનની ભીતિ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાયો હતો. સવારના 10 વાગ્યા સુધી સૂર્ય નારાયણના દર્શન લોકો કરી શક્યા નહોતા. ગાઢ ધુમ્મસને કારણે રાજકોટની ઉંચી ઇમારતો જાણે અદ્રશ્ય થઇ ગઇ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યાં હતા. બીજી તરફ વિઝીબિલિટી ઘટતા હાઇવે પર વાહનચાલકો પરેશાન બન્યા હતા. સૌરાષ્ટ્રમાં જાણે કાશ્મિર જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

50 ફૂટ દૂર વસ્તુ ન દેખાય તેટલો ગાઢ ધુમ્મસ
ધુમ્મસનું પ્રમાણ એટલું ગાઢ હતું કે, 50 ફૂટ દૂર કોઇ વસ્તુ પડી હોય તો પણ દેખાય નહીં. જેના કારણે હાઇવે પર વાહનચાલકોની સ્પીડમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ ફરજીયાત દરેક વાહનચાલકે હેડ લાઇટ ચાલુ રાખવાની નોબત આવી હતી. ગાઢ ધુમ્મસને કારણે સવારમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો.

ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકો પરેશાન બન્યા.
ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકો પરેશાન બન્યા.

ગાઢ ધુમ્મસને કારણે જીરાના પાકને નુકસાન
જીરાનો પાક હાલ તૈયાર થઇ ગયો છે અને ખેડૂતો જીરાનો પાક લઇ રહ્યાં છે. ત્યારે ગાઢ ધુમ્મસને કારણે જીરાને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઇ રહી છે. વિરપુર અને જેતપુર પંથકમાં પણ ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જીરાના પાકને નુકસાન પહોંચવાની ભીતિ સાથે ખેડૂતો ચિંતિત બન્યા છે.

ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ ભીંજાયા.
ગાઢ ધુમ્મસને કારણે રસ્તાઓ ભીંજાયા.
ખેતરોમાં જીરાને પાકને નુકસાનની ભીતિ.
ખેતરોમાં જીરાને પાકને નુકસાનની ભીતિ.

(દિપક મોરબીયા, વિરપુર)

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

વધુ વાંચો