તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હીટવેવ:સૌરાષ્ટ્રમાં આગ ઝરતી ગરમી, રાજકોટમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર, મનપાએ ઓરેન્જ એલર્ટ કર્યું જાહેર

રાજકોટએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર
  • બપોરે 1 થી 4 સુધી બહાર ન નિકળવા લોકોને અપીલ

છેલ્લા બે દિવસથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો ઉંચે ચડી રહ્યો છે. શનિવાર બાદ આજે રવિવારે પણ રાજકોટમાં આકાશમાંથી અગન જ્વાળાઓ વરસી રહી છે. ગઇકાલે 41 ડીગ્રી આસપાસ વાતાવરણ રહેતા મહાનગરપાલીકાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે આજે સતત બીજા દિવસે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર થતા રાજકોટનાં લોકો પણ ગરમીથી ત્રહિમામ પોકારી ઉઠ્યા છે. જેથી મનપા દ્વારા લોકોને બપોરે 1 થી 4 સુધી બહાર ન નિકળવા લોકોને અપીલ કરી છે

હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર
હવામાન વિભાગ દ્રારા બે દિવસ સૌરાષ્ટ્રમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ગરમીનો પારો 40 ડીગ્રીને પાર કરી ગયો છે. રાજકોટ ગરમીનો પારો 41 ડીગ્રીએ પહોંચતા રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આગામી બે દિવસ હિટવેવ રહેવાની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. ત્યારે રાજકોટ મહાનગરપાલીકાનાં આરોગ્ય વિભાગ દ્રારા હિટવેવને લઇને ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

ડી હાઇડ્રેશનથી બચવા શું કરવું...?
રાજકોટ મહાનગરપાલીકા દ્રારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવતાની સાથે સાથે લોકો માટે પણ સાવચેતીનાં પગલાને લઇને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલીકાનાં નાયબ આરોગ્ય અધીકારી ડો. પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, લોકોએ ડી હાઇડ્રેશનથી બચવા વધુ માં વધું પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો જોઇએ. સાથે જ સગર્ભા, બાળકો અને વૃદ્ધોએ બપોરનાં સમયે બહાર નિકળવાનું ટાળવું જોઇએ. રાજકોટ શહેરની તાસીર મુજબ બપોરે 1 થી સાંજે 4 વાગ્યા સુધી બિન જરૂરી બહાર ન નિકળવા પણ લોકોને અપિલ કરવામાં આવી છે.

શું રાખશો સાવચેતી.?

  • શરીર ઢંકાય તેવા કપડા પહેરવા.
  • લીંબું પાણી, લીંબુ સરબત જેવા પ્રવાહી પીવાનો આગ્રહ રાખવો
  • માથું અને મોંઢું ઢાંકીને રાખવું
  • બહાર નિકળતા સમયે સનગ્લાસ પહેરવાનો આગ્રહ રાખવો
  • બહારથી ઘરમાં પ્રવેશી વાતાવરણને અનુકુળ રહીને પાણી પીવું..
  • બરફ અને દુધથી બનેલી વસ્તુઓ પીવાનું ટાળવું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો