તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટર સમક્ષ હિયરિંગ:ભેળસેળના 11 કેસનું હિયરિંગ, છ આસામીની હાજરી

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટ શહેર અને જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દિવાળીના તહેવાર દરમિયાન કરેલા ફૂડના 11 કેસનું બુધવારે અધિક કલેક્ટર સમક્ષ હિયરિંગ કરાયું હતું. અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ જણાવ્યું હતું કે શ્રીજી બેવ્રેજીસ મોવિયાની સુરભી અમૃત ડેરી, શ્રીકાંત ગાયનું ઘી, જિનમિલ સિંગતેલ સહિતના કુલ 11 પેઢી સામે થયેલા ફૂડના કેસ અંગે બુધવારે હિયરિંગ કરાયું હતું જેમાં 6 પાર્ટીઓ હાજર રહી હતી. જ્યારે બાકીના 5 વેપારી હાજર રહ્યા ન હતા. આ તમામ કેસમાં નિર્ણય બાકી રખાયો છે જે હવે પછી લેવાશે.

અન્ય સમાચારો પણ છે...